બે-બે બાળકો ની માતા બની ચુકી છે આ અભિનેત્રીઓ, પરંતુ એની ફિટનેસ અને સૌંદર્ય આગળ દીપિકા અને કેટરીના પણ છે ફેલ

તમે પણ જાણો જ છો એ બોલીવુડ અભિનેત્રીઓ ની ખુબસુરતી અને ફિટનેસનો કોઈ જવાબ નથી હોતો, આ અભિનેત્રીઓ ની ફિટનેસ જોઇને જ ભારત ની ઘણી બધી છોકરીઓ ફીટ રહેવા માટે પ્રયત્ન કરતી હોય છે, પરતું આ અભિનેત્રીઓને ખુબસુરતી અને ફિટનેસ એમ જ બેઠા બેઠા નથી મળતી. એને મેઇન્ટેઇન કરવા માટે આ અભિનેત્રીઓ ને ખુબ જ મહેનત કરવી પડે છે. જિમમાં જઈને કલાકો સુધી પરસેવો પાડ્યા બાદ આ અભિનેત્રીઓ ને આવું ફિગર મેઇન્ટેઇન રહે છે.

બોલીવુડ જગતની યુવાન અભિનેત્રીઓ તો ફિટ છે જ, પરતું અમુક અભિનેત્રીઓ એવી પણ છે કે જે બે-બે બાળકોની માતા હોવા છતાં પણ ફિટનેસ ની બાબતમાં આ યુવાન હિરોઈનને પણ પાછળ મૂકી દે છે. ચાલો જાણી લઈએ આ લિસ્ટમાં કઈ કઈ અભિનેત્રીઓના નામ આવે છે.

રવિના ટંડન :

રવિના ટંડનનુ નામ બોલીવુડની ખુબસુરત અને મશહુર અભિનેત્રીઓમાં ખુબ જ મોખરે છે. ૯૦ ના દાયકામાં રવિનાએ ઘણી બધી સુપરહિટ ફિલ્મો આપી હતી. ફિલ્મ “મોહરા” નું ગીત “ટીપ ટીપ બરસા પાણી” થી રવિનાએ યુવાનોના દિલમાં આગ જ લગાવી દીધી હતી. તે આ ગીતમાં પીળી સાડી પહેરી ને એટલી હોટ અને સેક્સી દેખાઈ રહી હતી, જેનો કોઈ જવાબ ના મળે. એ પણ જણાવી દઈએ કે હાલ રવિના ને બે બાળકો છે, જેનું નામ રક્ષા થડાની અને રણવીર થડાની છે. બે બાળકો હોવા છતાં પણ ૪૪ વર્ષની વયે પણ રવિના આજે પણ એટલી જ ખુબસુરત અને સેક્સી દેખાય છે.

ભાગ્યશ્રી :

ફિલ્મ “મેને પ્યાર કિયા” થી ઘણા બધાના દિલમાં એમની જગ્યા બનાવનારી ભાગ્યશ્રી એક ખુબ જ ખુબસુરત અભિનેત્રી છે. સાથે એ પણ જણાવી દઈએ કે વર્ષ ૧૯૯૦ માં ભાગ્યશ્રી એ કારોબારી હિમાલય ડસાની સાથે લગ્ન કર્યા હતા. આજે ભાગ્યશ્રી ૨ બાળકોની માતા છે. એને એક ૨૩ વર્ષનો છોકરો છેકે જેનું નામ અભિમન્યુ છે અને બીજી ૨૧ વર્ષની છોકરી છે કે જેનું નામ અવંતિકા છે. ૪૯ વર્ષની ભાગ્યશ્રીને હાલમાં પણ જોઇને કોઈ એવું નહિ કહે કે તે બે બાળકોની માતા છે.

કાજોલ :

કાજોલ ભારતીય ફિલ્મજગતમાં ખુબ જ જાણીતી અભિનેત્રીઓ માંથી એક છે. કાજોલનું નામ ફિલ્મ લાઈનમાં ખુબ જ સારી એક્ટ્રેસ માં આવે છે. કાજલે એક થી એક ચડિયાતી ઘણી સુપરહિટ ફિલ્મ આપી છે. જણાવી દઈએ કે કાજોલે બોલીવુડ દિગ્ગજ એક્ટર અજય દેવગન સાથે લગ્ન કર્યા છે. કાજોલ ને બે બાળકો છે જેમનું નામ ન્યાસા અને યુગ છે. ૪૪ વર્ષીય કાજોલ આજે પણ પહેલા જેટલી જ ખુબસુરત અને હોટ દેખાય છે.

જુહી ચાવલા :

જુહી ચાવલાએ વર્ષ ૧૯૯૫ માં બિઝનેસમેન જય મહેતા સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ જુહી ખુબ જ ઓછી ફિલ્મોમાં નજરે આવી છે. જુહી અને જય ને બે બાળકો છે, જેનું નામ જાહ્નવી અને અર્જુન મહેતા છે. બે મોટા મોટા બાળકોની માતા હોવા છતાં ૫૧ વર્ષની જુહી આજે પણ પહેલા જેટલી જ સુંદર દેખાય છે.

માધુરી દીક્ષિત :

ફિલ્મજગત માં “ધક ધક ગર્લ” ના નામથી પ્રખ્યાત માધુરી દીક્ષિતે અમેરિકાના ખ્યાતનામ સર્જન ડોક્ટર શ્રીરામ નેને સાથે વર્ષ ૧૯૯૯ માં લગ્ન કર્યા હતા. માધુરી ત્યારથી લઈને આજ સુધી બોલીવુડની સૌથી ખુબસુરત અભિનેત્રીઓ માની એક છે અને તે આજે પણ ખુબસુરત અભિનેત્રીઓના લીસ્ટમાં મોખરે છે. ૫૧ વર્ષ ની હોવા છતાં માધુરીની ખુબસુરતીમાં કોઈ ખોટ નથી આવી. જણાવી દઈએ કે માધુરી ને બે બાળકો પણ છે જેનું નામ અરીન નેને અને રાયન નેને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *