આજે ઘરે જ ઝટપટ બનાવો ટેસ્ટી ચટાકેદાર મેગી મંચુરીયન, વાંચો રેસેપી

ઘર ના બે વ્યક્તિઓ માટે અને જોઈતો સમય આશરે ૩૦ થી ૩૫ મિનિટ.

ઉપયોગ મા લેવા ની વસ્તુઓ ની યાદી :

બે મેગી નૂડલ્સ ના પડીકાં , સમારેલ શિમલાઈ મરચુ , બે મધ્યમ આકાર ના ગાજર ના કટકા, બે મધ્યમ ના કાંદા, એક કપ સમારેલૂ ફુલાવર , વાટેલુ લસણ , સમારેલુ એક લીલુ મરચુ , સાત થી આઠ બિન્સ , બે ટી સ્પૂન સોયાસોસ , બે ટી સ્પૂન ટમેટા કેચઅપ , એક ટી સ્પૂન સુરકો , બે ટી સ્પૂન ચીલી સોસ , એક વાટકો મકાઈ નો લોટ , ફ્રાય કરવા માટે ઓઈલ , સ્વાદ મુજબ નમક , વાટેલા તિખા.

તૈયાર કરવા ની પધ્ધતિ :

સૌપ્રથમ એક પાત્ર મા બે કપ પાણી નાખો અને તેમા મેગી ના પડીકા ઉમેરો. હવે આ તૈયાર બફાયેલી મેગી મા મેગી નો મસાલો , સમારેલ કાંદા , લીલુ મરચુ , શિમલા મરચા, બીન્સ તથા ગાજર ના કટકા ઉમેરો અને થોડો મકાઇ નો લોટ ઉમેરી તમામ મિશ્રણ ને ભેળવી ને નાના નાના ગોળા વાળી લો.

હવે એક પાત્ર મા ઓઈલ ઉમેરો તથા તેમા આ તૈયાર કરેલા ગોળાઓ ને ફ્રાય કરી લો. હવે આ ગોળા ફ્રાય થયા બાદ તેમા રહેલ વધારા નુ તેલ દૂર કરવા માટે રાખો. હવે એક કડાઈ મા થોડુ ઓઈલ નાખો. હવે આમા વાટેલુ લસણ નાખો. ત્યારબાદ તેમા ડુંગળી , શિમલા મરચા , ગાજર , બિન્સ તથા ફુલાવર ઉમેરો.

હવે એક અન્ય પાત્ર મા બે ચમ્મ્ચ કોર્ન ફ્લોર લો અને તેમા થોડુ પાણી નાખો અને આ બધી ચીજો ઉમેરો. આ સાથે જ બધા જ સોસ , સુરકો ઉમેરો. ત્યારબાદ તેમા નમક તથા કાળા મરી ઉમેરો. હવે આ તૈયાર મિશ્રણ મા તૈયાર કરેલા મંચુરીયન ના ગોળા નાખો. તો આ તમારી મંચુરીયન વાળી મેગી તૈયાર છે. હવે આ તૈયાર કરેલ ગરમા-ગરમ મેગી મંચુરિયન ને બાળકો તથા યુવાનો ને સર્વ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *