આવનારા આ સમયમાં કળયુગનો થશે અંત, જાણો ત્યારે પૃથ્વી પર કેવું હશે મનુષ્ય જીવન
મિત્રો , શાસ્ત્રો અનુસાર ત્રણ યુગ થઈ ગયા. સતયુગ , દ્વાપરયુગ અને ત્રેતાયુગ અને હાલ વર્તમાન સમય મા જે ચોથો યુગ ચાલી રહ્યો છે તેને કળિયુગ તરીકે ઓળખવા મા આવે છે. શાસ્ત્રો મા આ યુગ ને અતયંત ભયજનક યુગ તરીકે ઓળખાવ્યો છે. આ યુગ ને એક કારાગ્રહ તરીકે માન્યતા અપાઈ છે. જ્યા માનવી પોતાના દુષ્કર્મો ને લીધે પૃથ્વી પર અવતરણ પામે છે. આ વિકટજનક યુગ મા ભાગ્યે જ કોઈ એવો મનુષ્ય હશે જે ચિંતામુક્ત થઈ ને સુખમયી જીવન વ્યતીત કરતો હશે.
પરંતુ , જો આવનાર સમય વિશે વિચારી એ તો તેની સાપેક્ષ મા કળિયુગ અત્યંત સારો છે. આ બાબત અંગે શ્રી ભાગવત પુરાણ મા સુખદેવજી એ વિસ્તૃત વર્ણન કર્યુ છે. જેના વિશે હાલ આપણે ચર્ચા કરીશુ. આ કળિયુગ ના અંતિમ સમયે ફક્ત અનિષ્ટ કર્મ આચરનારા વ્યક્તિઓ જ વિચરતા હશે. પ્રભુ પર થી માનવી માત્ર નો વિશ્વાસ દૂર થઈ જશે. કળિયુગ ના અંતિમ સમયે માનવી ના જીવન નો સમયગાળો માત્ર ૨૦ વર્ષ નો થઈ ને રહી જશે અને ફક્ત ૧૬ વર્ષ ની વયે જ વ્યક્તિ વૃધ્ધ થવા માંડશે.
સમય જેમ-જેમ વીતતો જશે તેમ-તેમ મનુષ્ય ના કદ મા પણ ઘટાડો નોંધાશે. નાના-નાના કારણો ને લીધે મનુષ્ય એકબીજા સાથે વેર માંડી લેશે. વિના કોઈ સંકોચે તેને મારી નાખશે. આ સમય ઘોર કળિયુગ નો હશે કે જ્યા ક્રોધ , વાસના તથા અહંકાર અને ઈચ્છા જેવા વિકારો તેની ચરમસીમા પર હશે. આ સમયે મનુષ્ય મા થી લાગણી નામ નુ તત્વ દૂર થઈ જશે. પ્રેમ અને સ્નેહ જેવો કોઈ ભાવ મનુષ્ય ના હ્રદય મા નહી રહે. મનુષ્ય એક લાગણીવિહીન જીવ બની જશે.
શાસ્ત્રો ના ઉચ્ચારણ મુજબ જ્યારે કળિયુગ તેના અંતિમ સમય પર હશે ત્યારે શોષણ , જુગાર , દારૂ , વ્યભિચાર આ બધા દૂષણો સામાન્ય બની ગયા હશે. હાલ પણ આ દૂષણો ફેલાયેલા છે. પરંતુ , જ્યારે કળિયુગ નો અંત થવા નો હશે ત્યારે આ દૂષણો વ્યક્તિ ના દિલ-દિમાગ મા ઘર કરી ગયા હશે. આ બધુ જ જીંદગી નો એક ભાગ બની રહેશે. આ યુગ ના પૂર્ણાહુતિ સમયે દરેક મનુષ્ય એવા ગંભીર રોગો મા સંપડાયેલ હશે કે તુરંત જ તે મૃત્યુ પામશે.
આ સમયે ભાગ્યે જ કોઈ એવા હશે જે પ્રભુ-પૂજન મા શ્રધ્ધા દર્શાવતા હશે. આહાર , જળ તથા અન્ય પ્રાકૃતિક સુવિધાઓ ધરા પર થી વિલિન થઈ જશે. નદીઓ ના જળ સૂકાઈ જશે , આસમાન દૂષણ થી કાળુ દેખાવા માંડશે. નિર્ધનતા , ભૂખ , તરસ એ વ્યાપક પ્રમાણ મા ચારેય તરફ ફેલાવા માંડશે. આ ઘોર કળિયુગ મા ધાર્મિક કાર્યો પ્રત્યે બહોળા પ્રમાણ મા અવિશ્વાસ ફેલાતા ચારેય તરફ તમે નકારાત્મક શક્તિ ના વંટોળ મા વીંટળાઈ જશો.
જે વ્યક્તિ અધર્મ મા માનતો હશે તે સર્વશ્રેષ્ઠ ગણાશે. આ બધા ને ફક્ત ધન મેળવવા ની લાલસા હશે. કળિયુગ ના ૫૦૦૦ વર્ષ બાદ ગંગા નદી સુકાઈ જશે અને પૃથ્વી પર બિરાજમાન બધા જ દેવી-દેવતાઓ પોત-પોતાના લોક મા ચાલ્યા જશે. ધરા પર થી ધાન ઉત્પન્ન થવા નુ બંધ થઈ જશે. વૃક્ષ છાયો તથા ફળ આપવા નુ બંધ કરી દેશે તથા ગૌમાતા પણ દૂધ આપી નહી શકે. નીતિમયી જીવન જાણે ક્યાક વિલુપ્ત થઈ જશે. બધા ના મન મા એકબીજા પ્રત્યે દ્વેષભાવ સિવાય કોઈ ભાવ બચશે નહી.
આ ધરા પર અધર્મીઓ નુ પ્રમાણ એટલુ વધી જશે કે ધર્મ મા વિશ્વાસ કરતા વ્યક્તિઓ નુ ધરા પર નિવાસ કરવુ મુશ્કેલ થતુ જશે. મનુષ્ય જાતી પાથ મા એટલો રચી-પચી જશે કે મનુષ્ય કે જનાવર મા કોઈ પ્રકાર નુ અંતર નહી રહે. ગરમી ની ઋતુ મા એવો ભયજનક તડકો પડવા માંડશે કે જેના કારણે લોકો તડપી-તડપી ને મૃત્યુ પામવા માંડશે. આ સમયે અધર્મ તેની સર્વોચ્ચ ઊંચાઈ પર બિરાજમાન હશે. જેનો બોજ ધરા સહન નહી કરી શકે અને ધરા ઝુકી જશે.
જ્યારે પ્રભુ નારાયણ નો કલ્કી અવતાર અવતરીત થશે. શ્રીમદ ભાગવત મુજબ પ્રભુ કલ્કી શમ્ભલ ગામ મા વિષ્ણુયશા નામક બ્રાહ્મણ તથા તેની પત્ની ના પુત્ર ના રૂપ મા જન્મ લેશે. ઘણા શાસ્ત્રો મા કલ્કી ને નકળંગ થી પણ સંબોધવા મા આવે છે. એક શ્વેત ઘોડા પર સવાર થઈ ને તે બધા જ અધર્મીઓ નો નાશ કરશે. કળિયુગ ના પૂર્ણાહુતિ સમયે મુશળધાર વરસાદ થશે અને સમગ્ર પૃથ્વી પર ચારેય તરફ પાણી છવાઈ જશે તથા ધરા પર વસતા સમગ્ર જીવો નો અંત થશે અને સાથોસાથ આ કળિયુગ નો પણ અંત થશે.
આ ઉપરાંત એક એવી માન્યતા છે કે જ્યારે પરીક્ષિત રાજા દ્વારા કળિયુગ ને વરદાન અપાયુ હતુ ત્યારે કળિયુગે પણ પરીક્ષિત રાજા ને વચન આપ્યુ હતુ કે જ્યા સુધી તમે આ ધરા પર છો ત્યા સુધી અહી હુ નહી આવુ. પરંતુ , આ પછી ના ૭ મા દિવસે પરીક્ષિત રાજા એક ઋષિ ના પુત્ર ના શ્રાપ ના કારણે મૃત્યુ પામે છે અને કળિયુગ નુ આગમન થાય છે. તો આ કળિયુગ ના અંત સમયે ફક્ત એવા જ લોકો બચી રહેશે જે લોકો પ્રભુ પ્રત્યે ની શ્રધ્ધા મા અતુટ વિશ્વાસ રાખશે.