બાળકો માટે અમૃત અને વડીલો માટે સંજીવની છે ચૂનાનું પાણી, જાણો તેના ચમત્કારિક ફાયદાઓ
તમામ મિત્રો ને પ્રણામ, આજ ના આ લેખ મા અમે આપ સમક્ષ ચૂના ના પાણી ની અમુક એવી વાત કરશુ કે જેના થી આપ અજાણ હશો. ચૂના થી થતા લાભો અંગે માહિતી આપવા જઈ રહ્યો છુ. નાના થી લઈ ને મોટેરા સુધી આ ચૂના નુ પાણી એક આશીર્વાદ સમાન છે. આ પાણી બાળકો ને રોગ મુક્ત રાખે છે અને તંદુરસ્ત બનાવે છે.
જે બાળક ને લીવર ની સમસ્યા હોય અથવા તો શરીર સારુ ન હોય તથા પોતાની માતા નુ ધાવણ બહાર કાઢી નાખતુ હોય તો તેવા બાળક ને આ ચૂના ના પાણી નુ સેવન કરાવવા થી ફાયદો થાય છે. આને લીધે બાળક ની પાચનશક્તિ મજબૂત બને છે તથા અપચા ની સમસ્યા , દસ્તપિત્ત થી ઉત્પન્ન થયેલ વાયુ મા ચૂના નુ પાણી અસરકારક છે. આ પાણી ના સેવન બાળકો મા રહેલ કેલ્શિયમ ની ઊણપ દૂર થાઉ છે અને બાળક તંદુરસ્ત બને છે.
આ ચૂના ના પાણી તૈયાર કરવા ની રીત :
ચૂના નુ પાણી તૈયાર કરવા માટે એક જૂના ગોરા મા અથવા તો માટી ના પાત્ર મા આશરે ૬૦ ગ્રામ જેટલુ અનબૂઝે ચૂના ને ઉમેરીને તેનુ વિસ ગણુ વધારે એટલે આશરે સવા લિટર પાણી ઉમેરો. હવે આ મિશ્રણ ને દિવસ મા એક થી બે વખત હલાવવુ. એ પણ કોઈ લાકડી વડે. જેથી ચૂનો સરખો ભળી જાય.
પછી ૨૪ કલાક બાદ ઉપર રહેલા પાણી ને નિતારી ને તેને કપડા ની સહાયતા થી ગાળી લેવુ. હવે આ પાણી ને એક બોટલ મા ભરી લેવુ. એક વાત નો ખ્યાલ રાખવો કે તળીયે બેસેલો ચૂનો ઉપર ના આવે અને સાઈડ મા ચોટેલી પોપડી ન પડે. આ ચૂના ના નિતર્યા પાણી ને લાઈમ વોટર તરીકે ઓળખવા મા આવે છે. તમને થોડુ ગળ્યુ કરવા ની ઈચ્છા હોય તો તેમા ૧૨૦ ગ્રામ ખાંડ નાખી શકો.
બાળક ને આપવા ની રીત :
બાર માસ થી ઓછી વય ના બાળક માટે જેટલા મહીના નુ છે તેટલી બુંદ ચૂના ના પાણી ને દૂધ મા ઉમેરી ને સવારે તથા સાંજે પીવડાવવુ. બે ચમ્મચ દૂધ મા આશરે એક બુંદ જ ચૂના નુ પાણી ઉમેરવુ. એક વર્ષ થી આઠ વર્ષ ની વય ધરાવતા બાળકો ને અડધો કપ પાણી મા અથવા દૂધ મા અંદાજિત ૧૫ થી ૨૦ બુંદ ઉમેરી ને દિવસ મા બે થી ત્રણ વખત દૂધ સાથે પીવડાવો. તમને જણાવી દઈએ કે બાળકો મા દૂધ ના વિકાર ની સમસ્યા થી છૂટકારો મેળવવા માટે એક અસરકારક ઉકેલ છે. આ ચૂના ના પાણી ના નિયમીત સેવન ને લીધે એક સપ્તાહ ની અંદર બાળક નુ સ્વાસ્થ્ય સુધરવા લાગશે તથા દાંત પણ આસાની થી ફુટે છે.
મોટા વ્યક્તિ કઈ રીતે કરી શકે છે સેવન :
ઉંમર મા મોટા હોય તેવા વ્યક્તિ એ આ પાણી નુ એક ચમ્મચ સેવન રોજ પાણી મા , સબ્જી મા , છાશ અથવા દહી મા ઉમેરીને કરવુ. આના પરીણામ રૂપ તમારા મા રહેલા સાંધા ના દર્દ , રક્ત ની ઊણપ , હાડકા ની કમજોરી , દાંત ની કમજોરી , પુરુષ ની બિમારી વગેરે જેવી અનેક બિમારી થી છૂટકારો મળે છે.
સાવચેતી :
એક વાત નો ખાસ ખ્યાલ રાખવો કે જે વ્યક્તિ ને પથરી ની તકલીફ હોય છે તે વ્યક્તિ એ આ પાણી નુ સેવન કરવુ નહી. દાક્તર ના માર્ગદર્શન મુજબ ઉપાય અજમાવવા.