ભારતની દરેક ચલણી નોટ પર લેખેલુ જોવા મળે છે કે , “મે ધારક કો અદા કરને કા વચન દેતા હુ”! જાણો સાચુ કારણ…

આપળી રોજ ની જરૂરતો ને પૂરી કરવા પૈસા ની જરૂર બધા ને હોય છે અને આપળે રોજ હજારો રૂપિયા ની લેતી દેતી કરતા હોઈએ છીએ. આ પૈસા ની લેતીદેતી માં રૂપિયા પાંચથી લઈને બે હજાર રૂપિયા સુધીની નોટનો ઉપયોગ કરવામાં આવે છે. પણ ક્યારેય આપળે એ નથી વિચારતા કે દરેક નોટ માં એક વાક્ય એવું છે જે સરખું જ લખાયેલું આવે છે ‘મેં ધારક કો અદા કરને કા વચન દેતા હૂં’.

હવે કદાચ બધાને ખ્યાલ તો આવી ગયો હશે કે અમે શેની વાત કરી રહ્યા છીએ. આની સાથે સાથે બીજા નોટ થી લગતા ઘણા પ્રશ્નો હોય છે જેમ કે જૂની ૧૦ ની નોટ કાળા રંગ ની કેમ હતી, ૨૦ ની નોટ ગુલાબી કેમ હોય છે જેવા પ્રશ્નો. તો ચાલો જાણીએ કે આવા પ્રશ્નો ના જવાબ શું છે.

૧ જુન ૧૯૭૨ માં વીસ રૂપિયાની પેલી નોટ છાપવામાં આવી હતી અને તેના રંગ ગુલાબી રાખવા પાછળ એક ખૂબ જ દિલચસ્પ વાત જોડાયેલ છે.૧૯૭૨ માં ભારત ના વડાપ્રધાન ઈન્દિરા ગાંધી હતા તેણે ૨૦ રૂપિયાની નોટ ને ચલણી બનાવવા માટે એક મીટીંગ નુ આયોજન કરવાયું અને તેમાં નોટ કેવી હોવી જોઈએ તેની ચર્ચા થતી હતી પરતું કોઈ ના ભી મત થી તે સંતુષ્ટ નોતા.

ત્યારે તે સમય ના મહારાષ્ટ્રનાં પૂર્વ મુખ્ય સચિવ પી. ડી. કાસબેકર પણ ત્યાં હાજર હતા અને એમણે જે શર્ટ પહેર્યો હતો તેના ખિસ્સા પર વડાપ્રધાન ની નજર પડી, એમના ખિસ્સામાં એક રંગીન કવર હતું અને તેનો રંગ ઈન્દિરાજીને ખૂબ જ ગમ્યો એટલે તેમણે કાસબેકર પાસેથી એ કવર માંગ્યું અને કહ્યું કે મને આ રંગ અને ડિઝાઈન વધારે પસંદ છે અને ૨૦ રૂપિયાની નોટનો રંગ પણ આવો જ હોવો જોઈએ. આ રીતે ઈન્દિરાજી એ પોતાનો નિર્ણય આપી મીટીંગને ત્યાં જ સમાપ્ત કરી.

આના સિવાય ઘણા લોકો એ પણ નથી જાણતા કે નોટ ઉપર લેખેલ ‘મેં ધારક કો અદા કરને કા વચન દેતા હૂં’ આવા લખાણ પાછળ નુ સત્ય શું છે? RBI જે કિંમતની ચલણી નોટ છાપે છે એટલી જ કિંમતનું સોનુ પોતાની પાસે જમા રાખે છે. કોઈ પણ વ્યક્તિ ને વિશ્વાસ આપવા માટે આ વાક્ય લખવામાં આવે છે.

આનો અર્થ એ થાય કે જો તમારી પાસે વીસ રૂપિયા હોય તો રિઝર્વ બેન્ક પાસે તમારૂ વીસ રૂપિયાનું સોનુ જમા છે. આજ રીતે બીજી નોટો પર લખેલ લખાણ કે જે નોટ તમારી પાસે છે તમે પોતે એ નોટના ધારક છો અને તેના પ્રમાણ નુ તમારૂ સોનુ રિઝર્વ બેન્ક પાસે છે, અને રિઝર્વ બેન્ક એ નોટના બદલામાં તમને સોનુ આપવા માટે વચનમાં બંધાયેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *