ભારતનો બહુમુલ્ય કોહિનૂર કેવી રીતે પહોચ્યો ઇંગ્લેન્ડ, જાણો આ રોચક સફરનો સત્ય ઈતિહાસ

હાલ થોડા સમયે પૂર્વે ઓક્સફોર્ડ યુનિયન સોસાયટી ની એક વિચાર-વિમર્શ મંત્રણા મા શશી થરુર દ્વારા અંગ્રેજો સામે એક ચોટદાર ભાષણરૂપી પ્રહાર કરી ને વાહવાહી મેળવી હતી. અંગ્રેજો દ્વારા જે મુજબ ભારત ને ગુલામ કરી પોતાના હિત અર્થે કાવતરા ઘડ્યા હતા તેનો ઉલ્લેખ અંગ્રેજી મા સડસડાટ રજૂ કરી ને અંગ્રેજો ના દાવાઓ નો જવાબ આપ્યો હતો. આ ભાષણ ના અંતે તેમણે એક વાત અંગ્રેજો ને કહી હતી કે જો તેમના થી થાય તો ભારત નો કોહિનૂર તો તેમને પાછો આપી શકે છે.

તો આજ ના આ આર્ટીકલ મા પણ વાત આ જ “કોહીનુર” વિશે ની કરવાની છે. ભારત મા મળેલો તેમજ ઇતિહાસ ને પોતાની અંદર સમાવેલો આ કોહિનૂર અંગ્રેજો પાસે પહોચ્યો કેવી રીતે? તેમજ આ હીરા નુ નામ “કોહિનૂર” કોણે રાખ્યું? કેવી રીતે આ હીરા ને લીધે તેના દરેક માલિક ને ગુમાવવો પડ્યો હતો પોતાનો જીવ? આ તમામ બાબતો આ હીરા સાથે જોડાયેલા ઐતિહાસિક પ્રસંગો તેમજ ભારત થી ઇન્ગ્લેન્ડ સુધી ની સફર અંગે માહિતી પૂરી રજૂ કરવામા આવી છે. તેમજ દરેક માહિતી ઐતિહાસિક તથ્યો ને ધ્યાન મા રાખી ને અહિયાં ઉલ્લેખ કરવામા આવી છે.

ચિલિયાંવાલા લડાઈ મા જયારે શીખ લોકો નો પરાજય થઇ ત્યારબાદ હીરા ને ઇંગ્લેન્ડ પોહ્ચાડવામા આવ્યો

ભારતીય ઈતિહાસ મુજબ એંગ્લો શીખ યુદ્ધ દરમિયાન ચિલિયાંવાલા મા પંજાબ ના શીખો નુ લશ્કર અંગ્રેજો સામે પરાજીત થયું. આ પરાજય બાદ ત્યાર ના ગવર્નર જનરલ લોર્ડ ડેલહાઉસી દ્વારા માત્ર ૧૧ વર્ષ ના મહારાજા દુલિપસિંહ પાસે એક શરણાગતિ સ્વીકાર કરી લેવાના શરતે પત્ર લખાવ્યો અને પંજાબ ને ઇસ્ટ ઇન્ડિયા કંપની ના તાબા હેઠળ ના પ્રદેશો મા સમાવેશ કરવામા આવ્યો.

આ પછી શીખ રાજ્ય પંજાબ ના પાટનગર લાહોર મા જ્હોન લોરિન નામક ગોરા ને ત્યા નો સુપ્રિટેન્ડન્ટ તરીકે નીમવામા આવ્યો. સત્તા હાથ મા આવતા ની સાથે જ તેને દુલિપસિંહ ના ખજાના મા રહેલી કિંમતી વસ્તુઓ ની યાદી બનાવી જેમાં અમૂલ્ય હીરા , જવેરાત , સોના ના આભૂષણો , સિંહાસન , પોખરાજ , માણેક , યાકુત , ગોમેદ , નીલમ તથા સૌથી આકર્ષક અને દુર્લભ કોહિનૂર નો સમાવેશ થતો હતો. પણ હજુ સુધી આ હીરા નુ નામ કોહીનુર પાડવામા નોહ્તુ આવ્યું.

કોહિનૂર એ ફક્ત હીરો ના હતો પરંતુ સ્વયં એક ભવ્ય ઇતિહાસ ધરાવતો હતો તેની ચર્ચા તે સમય મા પણ દેશ – વિદેશ મા થતી. ડેલહાઉસી આ કોહિનૂર ને તેની રાની વિક્ટોરિયા ને ભેંટ મા આપવા ઈચ્છતો હતો. તેથી તે લાહોર આ હીરા ને નિહાળવા માટે પધાર્યો. કોહિનૂર ના દર્શન થતા જ તે અચંબા મા પડી ગયો અને તે સમયે કોહિનૂર ૨૭૯ કેરેટ નો હતો.

જેને ત્યારબાદ ડેલહાઉસીએ કાવતરું ઘઢી ૧૮૫૦ ના સમય મા વાહન મારફતે ઇંગ્લેન્ડ ની રાની વિક્ટોરિયા પાસે પહોંચાડયો. ત્યાર બાદ ૧૮૫૧ ના વર્ષ મા લન્ડન મા ‘ ધ ગ્રેટ એક્ઝિબિશન’ મા તેને આકર્ષણ સ્વરૂપે રખાયો હતો આ પછી તેને બ્રિટિશ ના શાહી મુકુટ મા જડીને ટાવર ઓફ લન્ડન મા સુરક્ષિત રાખી દેવામાં આવ્યો હતો.

કોહિનૂર મૂળ ગોલકોંડા માંથી પ્રાપ્ત થયેલ છે જે દક્ષિણ ભારત ની એક એવી જગ્યા છે કે જ્યાં થી કોહિનૂર ઉપરાંત દરિયા એ નૂર , ગ્રેટ મોગલ , હોપ ડાયમંડ , નિઝામ , રિજેન્ટ , શાહ વગેરે જેવા અનમોલ રત્નો પ્રાપ્ત થયેલા છે. કોહિનૂર ની શોધ ૧૬૫૦ બાદ થાય હોવા નુ માનવામાં આવે છે. આ કોહિનૂર હીરો વાસ્તવિકતા મા ૭૮૭.૫ કેરેટ નો હતો. આ સમયે ગોલકોંડા મીર જુમલા ના તાબા હેઠળ હતુ.

જેને હીરા ને એક સુરક્ષિત જગ્યા એ સાચવી ને રાખ્યો હતો. આ હીરા ને લીધે મીર જુમલા ના ઘણા દુશ્મનો બની ગયા હતા. જેથી તે આ હીરા ને લઇ ને દિલ્હી ના શાહજહાં ની શરણે ગયો અને તેણે આ હીરો પોતાના રક્ષણ ના ભેંટ સ્વરૂપે શાહજહાં ને સોંપ્યો. પરંતુ આ હીરો જેની પણ પાસે ગયો છે તેના માટે ફક્ત મુસીબત જ બન્યો છે. તેમના સહઝાદાઓ સતા માટે પરસ્પર લડ્યા અને અંતે ઔરંગઝેબ આ બધા ને મૌત ને ઘાટ ઉતારી ને દિલ્લી પર શાસન કરે છે અને શાહજહાં ને કેદ કરે છે.

ઔરંગઝેબ ને આ હીરો અત્યંત પ્રિય હતો તે પોતાના દરબાર મા પધારેલા દરેક અતિથિ ને આ હીરો બતાવીને પોતાની શાન બતાવતો. પરંતુ આ શાન જાજા સમય સુધી રહી નહિ અને મોગલ સામ્રાજ્ય ના સ્તંભ તૂટવા માંડ્યા. પરિવાર ના સદસ્યો મા જ ખૂની ખેલ ખેલાઈ રહ્યો હતો. જેથી આ હીરો કઈ જાજો સમય ટક્યો નઈ અને ૧૭૩૯ ના સમય બાદ આ હીરો મોગલ વંશજો પાસે થી છીનવાઈ ગયો.

મોગલ સામ્રાજ્ય ના પતન નુ કારણ તે સમયે કોહિનૂર ને ગણવામાં આવતું હતુ. તે જેની પણ પાસે ગયો તેના માટે ખરાબ સમય લાવ્યો અને તે જેની પાસે ગયો તેણે દુઃખ સિવાય બીજું કઈ જ પ્રાપ્ત ના થયું. કોહિનૂર અંતે મોગલ સમ્રાટ મોહમ્મદશાહ પાસે હતો. જેના પર ૧૭૩૯ ના સમયગાળા મા ઈરાન ના નાદિરશાહે ૮૦,૦૦૦ સૈનિકો સાથે લઈ ને તેના પર હુમલો કર્યો અને ભારત મા મુગલ શાસન નો અંત આણી દીધો.

ત્યાર બાદ તેણે દિલ્લી મા તરખાટ મચાવી બધી જ કિંમતી વસ્તુઓ ને લૂંટી લીધી હતી. આ સમયે કોહીનૂર ને મયૂરાસન નામ ના સિંહાસન મા જડવામા આવ્યો હતો જે પણ નાદિરશાહે દ્વારા લૂંટી લેવામા આવ્યું હતુ અને તેને આ હીરા ને નામ “કોહીનુર” અથવા “કોહ-ઈ-નુર” આપ્યું જેનો અર્થ થતો હતો કે પ્રકાશ થી જડિત પર્વત સમાન. ત્યારબાદ તે પરત ઈરાન પાછો ફર્યો. કોહિનૂર ના તો તેના માલિકો ને ભૂતકાળ મા લાભદાયી થયો હતો કે ના તો વર્તમાન મા.

આ કોહીનૂરે નાદીરશાહ ને પણ ધૂળ ચાટતો કરી દીધો અને તેના જ લોકો બગાવતે ચડી ને તેને ઠાર મારી નાખ્યો.આ હત્યા ના ૨ વર્ષ બાદ અફઘાનિસ્તાન ના શાસકે ઈરાન પર હુમલો કરી તેના પર વિજય મેળવીને કોહિનૂર પ્રાપ્ત કર્યો. અહેમદશાહ ના મૃત્યુ બાદ હીરો તેમના પ્રપૌત્ર શાહશુજા ને મળ્યો જે એક ષડયંત્ર ના શિકાર બન્યા અને અફઘાનિસ્તાન થી નાસીપાસ થઇ ને લાહોર મા રણજીતસિંહ ના શરણે આવ્યા.

રણજીતસિંહ ની સહાય બદલ શાહશુજા એ કોહિનૂર રણજીતસિંહ ને ભેંટ મા આપ્યો. આ કોહિનૂર ને રણજીતસિંહએ બ્રેસલેટ મા મઢાવ્યો હતો અને આ બ્રેસલેટ તે ખાસ પ્રસંગ પર જ પહેરતા. ૧૮૩૯ મા જયારે રણજીતસિંહ માંદગી મા સંપડાયાં ત્યાર બાદ તેમણે આ બેનમૂન હીરા ને જગ્ગન્નાથજી ના મંદિરે અર્પિત કરવાની ઈચ્છા દર્શાવી પરંતુ કોઈ એ પણ આ ઈચ્છા ને માન્ય ના રાખી.

અંતે જૂન ૨૭ , ૧૮૩૯ ના રોજ રણજીતસિંહ મૃત્યુ પામ્યા અને તેમની પાછળ તેમના ચાર પત્નીઓ મહેતાબ કૌર, ધન કૌર , રતન કૌર અને રાજ કૌર પણ સતી થયા. ફક્ત પાંચમા નંબર ની પત્ની સજીવન રહી કે જેને એક પુત્ર હતો અને જેનું નામ હતુ દુલિપસિંહ. પંજાબ નુ શાસન સંભાળવા માટે વારસદારો ની કમી ના હતી પરંતુ કહે છે ને કર્મ ની કઠણાઈ રણજીતસિંહ ના એક પછી એક વારસદાર મૃત્યુ પામ્યા.

સૌપ્રથમ રાજા બનેલો ખડગસિંહ નશા ની લત ના કારણે ૫ નવેમ્બર , ૧૮૪૦ ના રોજ મૃત્યુ પામ્યો અને ત્યારબાદ આકસ્મિક કારણોસર નૈનિહાલસિંહ નુ પણ મૃત્યુ નીપજ્યું અને અંતે નૈનિહાલસિંહ ના કાકા શેરસિંહ શાસન કરતા હતા. તેમનું પણ ૧૫ સપ્ટેમ્બર , ૧૮૪૩ ના રોજ મૃત્યુ થયું. જેથી હવે શાસન નો બધો જ ભાર ૧૦ વર્ષ ની કુમળી વય ધરાવતા દુલિપસિંહ પર આવ્યો. કુમળી વય ધરાવતા દુલિપસિંહ માતા સાથે મળીને સામાન્ય શાસન ચલાવી રહ્યા હતા.

૧૮૦૯ મા રણજીતસિંહએ ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે કરાર કર્યા હતા તે મુજબ અંગ્રેજો સતલજ નદી ની પશ્ચિમ દિશા મા પ્રવેશી ના શકતા પરંતુ રણજીતસિંહ ના અવસાન બાદ આ કરાર નો ઉલ્લંઘન કરી ને તે પંજાબ મા પગપેસારો કરી રહ્યા હતા. અંગ્રેજો ના ત્રાસ થી દુલિપસિંહએ સિંહાસન નો ત્યાગ કર્યો અને તેના સચિવ ના હાથ મા સોંપી દીધો. જે અંતે રાની વિક્ટોરિયા ના શાહી ખજાના નો હિસ્સો બન્યો.

આ ઉપરાંત આ સમયે જ્હોન લીગને દુલિપસિંહ નો એવો બ્રેનવોશ કર્યો કે તેમણે શીખ ધર્મ ત્યજી ને ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો. ૧૮૫૩ ના રોજ દુલિપસિંહ ભારત છોડી ને ઇંગ્લેન્ડ ચાલ્યા ગયા અને ત્યાં ની સરકાર તેમને ૪૦૦૦૦ પાઉન્ડ પોતાની જીવન ગુજરાન માટે મહેનતાણું આપતી અને એક મોટું મકાન આપ્યું. થોડા સમય બાદ તેમનુ મન ન લાગતા તેઓ ભારત પરત ફર્યા અને ત્યાં સુધી મા તો આ હીરો ઇંગ્લેન્ડ પોહચાડી દેવા મા આવ્યો હતો.

ઇંગ્લેન્ડ ની રાની વિક્ટોરિયાએ કોહિનૂર મા ઘણા પરિવર્તનો કર્યા તેમને એક સર્વશ્રેષ્ઠ કારીગર ને બોલાવી ને આ હીરા ના વાસ્તવિક સ્વરૂપ ને સંપૂર્ણપણે બદલી નાખ્યું. આ કારીગરી બાદ ૧૮૬ કેરેટ નો હીરો ૧૦૮ કેરેટ નો બની ગયો. આ હીરા નું મૂલ્ય એ સમય મા ૭ લાખ ડોલર જેટલું અંકાતું હતુ. આ આખી ઘટના બાદ એવું તારણ કાઢી શકાય કે કોહિનૂર રાજાઓ ને ના ફળ્યો પરંતુ રાની ને ફળી ગયો.

વિક્ટોરિયાએ પોતાના બાદ તે હીરો પોતાની પુત્રવધુ એલેક્ષાંડ્રા ને વારસા મા સોંપ્યો. દુલિપસિંહ નુ સ્વયં નુ કોઈ અસ્તિત્વ જ શેષ બચ્યું ના હતું. દિવસે-દિવસે તેમની ઠેકડીઓ ઉડાડી ને તેમનુ અપમાન કરવા મા આવતું. દુલિપસિંહે ભારત પરત ફરવાના ઘણા પ્રયાસો કર્યા પરંતુ , તેમના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા. અંતે ૨૩, ઓકટોબર ૧૮૯૩ ના રોજ પેરિસ ની એક હોટેલ મા તેઓ મૃત્યુ પામ્યા અને આ સાથે જ રણજીતસિંહ ના વંશ નો નાશ થયો અને તેમના વંશ ની એકમાત્ર યાદી કોહીનૂર પણ દુલીપસિંહ ની જેમ સ્વદેશ થી પરત ના ફરી શકયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *