એક એવો ચમત્કારિક રેલ્વે ટ્રેક જે સવારે સાંકડો તો બપોરે થઈ જાય છે પહોળો લોકો જોઈને માને છે ચમત્કાર

મિત્રો , આપણી આજુબાજુ ઘણી વખત એવી વિચિત્ર ઘટનાઓ બનતી હોય છે કે જે અસામાન્ય હોય છે તથા તે વસ્તુ અશક્ય હોય ને શક્ય બની જાય છે. આવી રહસ્યમયી ઘટનાઓ ને લોકો જાદુ તથા ચમત્કાર થી સંબોધે છે. હાલ આજ ના આ લેખ મા આપણે આવી જ એક ઘટના વિશે ચર્ચા કરવાની છે. ઝારખંડ ની રાજધાની રાંચી થી અંદાજિત સૌ કી.મી. ના અંતરે હજારીબાગ ના એક ગ્રામ્ય વિસ્તાર મા એક એવો રેલવે ટ્રેક છે.

જેને નિહાળવા માટે લોકો દૂર-દૂર થી અહીં આવે છે. એવું તે વળી શું હશે આ રેલવે ટ્રેક મા કે જેને નિહાળવા માટે લોકો દૂર-દૂર થી પૈસા ખર્ચી ને અહીં આવતા હશે ? તો ચાલો, જાણીએ. અહીં અમુક સમયે અલગ-અલગ રેલવે ના પાટાઓ એકબીજા સાથે ચોંટી જાય છે. જેને અહીં ના લોકો મિરેકલ અથવા તો દૈવીય ચમત્કાર ગણે છે અને આ રેલવે ના પાટાઓ નું પૂજન કરે છે. વિજ્ઞાન પણ હજુ સુધી આ રેલવે ના પાટાઓ ચીપકી જવા પાછળ નું રહસ્ય ઉકેલી શક્યું નથી.

અહીં દરરોજ સવાર ના આઠ વાગ્યા થી ટ્રેન ના પટરીઓ ચોટવા નુ પ્રારંભ થઈ જાય છે અને આ પટરીઓ અંદાજિત ૩ કલાક ના સમયગાળા સુધી મા સંપૂર્ણ રીતે ચોંટી જાય છે અને ૩ વાગ્યા બાદ આ રેલવે ના પાટાઓ આપમેળે જ અલગ થઇ જાય છે. હજારીબાગ-બરકાકા ના રુટ પર લોહરીયાટાન્ડ ની નજીક અંદાજિત 15-20 ફીટ સુધી ની લંબાઈ ધરાવતા પાટાઓ પર આ રહસ્યમયી ચમત્કાર થાય છે.

આ ઉપરાંત આ ટ્રેક પર હાલ હજુ સુધી પણ કોઈપણ ટ્રેન ની અવર – જવર થતી નથી. આ ટ્રેક ના મેન્ટેનન્સ કરતા મુખ્ય અધિકારી એવું જણાવે છે કે જ્યારે શરૂઆત મા આ ઘટના બની ત્યારે તે અંગે તાપસ હાથ ધરવા મા આવી પરંતુ , કોઈપણ તજજ્ઞ આ ઘટના શું કામે બને છે તે પાછળ નું કોઈ યોગ્ય કારણ જણાવી શક્યો નહિ. આ ઘટના ને બનતી રોકવા માટે એકવાર ટ્રેક ની નીચે મોટી લાકડીઓ અટકાવીને રોકવાનો પ્રયાસ પણ કરવામા આવ્યો હતો.

આવું કરવા છતાં પણ તેમાં સફળતા ના મળી. આ ટ્રેક નું ખેંચાણ એટલું બધું શક્તિશાળી હતું કે સિમેન્ટ ના પ્લેટફોર્મ મા જાડી એવી કલીપ થી કસાયેલા પાટાઓ કલીપ તોડી ને પણ ચોંટી જાય છે. આ ઘટના વિશે સાન્ટીસ્ટ ડો. બી . કે. મિશ્રા જણાવે છે કે , આ ઘટના ખુબ જ રહસ્યમયી છે જો આ સમસ્યા નુ ટૂંકા ગાળા મા નિવારણ શોધવામા ના આવ્યું તો ભવિષ્ય મા ઘણી ગંભીર સમસ્યાઓ નું સર્જન કરી શકે છે.

આ ઘટના બનવા પાછળ નું એક કારણ મેગ્નેટિક ફિલ્ડ પણ હોય શકે અને જો આ કારણ હોય તો ડ્રિલિંગ ની સહાયતા વડે આપણે જમીન ની અંદર ના ભાગ મા થઈ રહેલી હલચલ ને સરળતા થી નિહાળી શકાય છે. બીજી બાજુ જુલોઝી વિભાગ ના પ્રમુખ ડૉ. ડી એન સાધુ ના મત મુજબ જો આ ચટાન પર થી પસાર થતા પાટા ક્યાં સ્ટોન માંથી નિર્માણ પામ્યા છે તે વિશે નો ખ્યાલ આવી જાય તો આ ઘટના પાછળ નું કારણ જાણી શકાય.

આ સિવાય રેલવે એન્જીનીયર એસ.કે.પાઠક નું કહેવું એવું છે કે રેલવે લાઈન નું તાપમાન ઓબઝર્વ કરવા માટે અમુક – અમુક ગાળા ના અંતરે એસ.એ.જે. એટલે કે સ્વીચ એક્સ્પેન્શન જવોઇન્ટ લગાવવા મા આવે છે. કદાચ બની શકે કે આ જગ્યા પર હાલ આ સિસ્ટમ કાર્યરત નથી અને તેના કારણે આ ઘટનાઓ ઘટી રહી હોય. આમ ઘટના એક પરંતુ તે વિશે ના દરેક વ્યક્તિ ના જુદા-જુદા તર્ક. હવે વાસ્તવિકતા શું છે તે તો યોગ્ય તપાસ બાદ જ જાણી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *