દરેક સ્ત્રીઓને ઘરમાં નિયમિત આ ચાર કામ કરવા જોઈએ, ક્યારેય નહી સર્જાય પૈસાની અછત.

આદી સનાતન ધર્મ માં સ્ત્રીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. એટલા માટે હમેશા સ્ત્રીઓ નું સન્માન કરવું જોઈએ. જે ઘરમાં સ્ત્રીઓનું સન્માન નથી થતું એ ઘરમાંથી સમૃદ્ધી જતી રહે છે અને હમેશા કંકાસ અને અશાંતિ નું વાતાવરણ રહે છે. વાસ્તુશાસ્ત્ર માં અમુક એવા ઉપાયો દર્શાવ્યા છે કે જે સ્ત્રીઓ રોજ કરે તો પરિવારમાં સુખ અને શાંતિ કાયમ રહે છે અને એ ઘર પર હમેશા લક્ષીજીની કૃપા વરસતી રહે છે. તો ક્યાં કામ છે એ ચાલો વિસ્તારથી જોઈએ.


1. દરરોજ સવારે અને સાંજે સ્ત્રીઓને તુલસી માતાની આરાધના જરૂર કરવી જોઈએ. આંગણા માં તુલસીનો ક્યારો હોવો જોઈએ અને રોજ સાંજે તુલસીના ક્યારા સામે ઘી નો દીવો કરવો જોઈએ અને આરાધના કરવી જોઈએ. આમ કરવાથી ત્રણ લાભ મળે છે, પરિવાર હમેશા રોગ, શોક અને શત્રુથી દુર રહે છે, માટે દરેક સ્ત્રીઓએ આ કામ જરૂર કરવું જોઈએ.


2. ઘર ના ઇશાન ખૂણામાં એટલે કે પૂર્વ અને ઉતર દિશાની વચ્ચેના ખૂણામાં મંદિર નું સ્થાપન કરવું જોઈએ અને એમાં પોતાના ઇષ્ટદેવ એટલે કે જે ભગવાનમાં માનતા હોય એમની મૂર્તિ અને છબીઓ મુકવી અને એ પૂજાઘર ને એકદમ ચોખું ર્કાહ્વું જોઈએ. આ દિશામાં પૂજાઘર રાખવાથી ઘરમાં હમેશા સુખ સમૃદ્ધી જળવાઈ રહે છે અને દરેક સંકટ દુર રહે છે.


3. રસોડાની વાત કરીએ તો એ વાત હમેશા યાદ રાખજો કે રસોડામાં ક્યારેય ખાલી ડોલ ના રાખવી. અને રાત્રે સુતા પહેલા માથું ના ધોવું. સાંજે માથું ધોઈ શકાય પરંતુ સુવાના સમય પર નહિ. આવું કરવાથી પરિવાર ના સભ્યો પરથી તણાવ દુર થાય છે અને શાંતિ નું વાતાવરણ બની રહે છે.


4. હવે વાત કરીએ નકારાત્મક ઉર્જાની. ઘર માં કોઈજ વાત ની કમી ના હોવા છતાં દુખો નો સામનો કરવો પડતો હોય એનું કારણ છે નકારાત્મક ઉર્જા. નકારાત્મક ઉર્જા ઘરમાં ના પ્રવેશે માટે ઘરના મુખ્ય દરવાજાને રોજ ધોવો જોઈએ. અઠવાડિયામાં એકાદ વાર કાચું દૂધ અથવા ગંગાજલ થી પણ સાફ કરવો જોઈએ. આવું કરવાથી નકારાત્મક ઉર્જા ઘરથી દુર રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *