દરરોજ રાત્રે કરો શ્રી રામ ભગવાને રચેલ એક હનુમાન કવચનો પાઠ અષ્ઠ સિદ્ધિ નવ નીધી તમારું ધાર્યું કામ પડશે પાર

મિત્રો , જીવન મા ઘણીવાર એવો સમય આવતો હોય છે કે કશુંક બરોબર ના હોવા નું અને કશુંક ના સમજાય તેવું થયું હોવા નું અનુભવાતું હોય તથા અમુક વાર એવું બનતું હોય કે કોઈ ને કોઈ સમસ્યા શરૂ થઈ જતી પણ જોવા મળતી હોય. જો તમે પણ આ પરિસ્થિતિ માથી પસાર થતા હોવ અથવા તો તમારા કુટુંબ, મિત્ર કે વર્તુળ મા કોઈ આ સમસ્યા માંથી પસાર થતું હોય તો હનુમાન કવચ નુ પઠન અથવા તો ધારણ કરવાથી તુરંત જ સારું થઈ જશે.

પવનસુત નુ પૂજન તેમજ સાધના કરવાથી તમે કોઈપણ ગંભીર સમસ્યા માંથી મુક્તિ મેળવી શકો. ભલે પછી ગમે તેવું મંત્ર હોય કે તંત્ર, દોરા કર્યા હોય કે ટૂચકાઓ ની અસર હોય તેને સંપૂર્ણપણે ખાખ કરી નાંખવા ની શક્તિ બજરંગ કવચ ધરાવે છે. જો તમે અપાર શ્રધ્ધા થી હનુમાન ચાલીસા નું પઠન કરો તથા બજરંગ કવચ ધારણ કરો તો તમારા પર મહાબલી ની વિશેષ કૃપા ઉતરે છે. કળિયુગ મા પ્રભુ શ્રી બજરંગબલી એકમાત્ર એવા દેવ છે જે હાજરાહજૂર છે.

તે તેમના ભાવિકો ની તમામ સમસ્યાઓ દૂર કરીને તેમને આશીર્વાદ આપે છે. હનુમાન ચાલીસા, બજરંગ બાણ તથા સુંદરકાંડ ના પાઠ અનન્ય ફળ આપનારા માનવામાં આવે છે. આ તમામ ગ્રંથો ના પઠન ની અસર હંમેશા થાય જ છે. આ ગ્રંથો માં એક એવો મંત્ર પણ છે જેનું મંત્રોચ્ચારણ કરવામાં આવે તો તે ક્યારેય વિફળ નથી જતો. આ મંત્ર ની સંરચ ના સ્વયં પ્રભુ શ્રીરામે કરી છે.

હનુમાન કવચ ના ફાયદા :

હનુમાન કવચ ના પઠન થી તમામ નકારાત્મક શક્તિઓ નો નાશ થાય છે અને જાતક ની આસપાસ સકારાત્મક વાતાવરણ નું નિર્માણ પણ થાય છે. આ મંત્ર નું મંત્રોચ્ચારણ તંત્ર-મંત્ર ના દુષ્પ્રભાવ ને પણ ઘટાડે છે. જીવન મા ગમે તેવી સમસ્યા થી તમે પીડાતા હોવ તો આ મંત્ર તેને દૂર કરી શકે છે. તમારા દુ:ખ ના દિવસો નો અંત આવશે અને તમારું જીવન ખુશીઓ થી ભરપૂર રહે છે.

શ્રી હનુમંતે નમ:

આ મંત્ર નું મંત્રોચ્ચારણ ૧૦૮ વખત રુદ્રાક્ષ ની માળા થી કરવું. જો તમે સાચા હ્રદય થી આ પ્રભુ ની આરાધના કરો તો આ મંત્ર સિદ્ધ થઈ જાય છે. આ ઉપરાંત તમે બીમારીઓ માંથી મુક્તિ મેળવી શકો. આ મંત્રોચ્ચાર ની સાથોસાથ પ્રભુ શ્રી બજરંગબલી ને ચમેલી નું તેલ તથા સિંદૂર અર્પણ કરવું. જો તમે તમારી ઈચ્છા તુરંત ફળે તેવી ઈચ્છા ધરાવતા હોવ તો પ્રભુ શ્રી બજરંગબલી ને ચોલા અને જનોઈ પણ ચડાવવી. હવે આપણે આ મૂળ મંત્ર સાથે બોલવાના અન્ય પૂર્ણ મંત્રો વિશે પણ માહિતી મેળવીએ :

આપણા મા રહેલા ભય ના અંધકાર ને દૂર કરવા માટે નો મંત્ર – ૐ હં હનુમતે નમ: |

ભૂત-પિશાચ ની સમસ્યા ને દૂર કરવા માટે નો મંત્ર – હનુમન્નંજીની સુનો મહાબલ: અકસ્માદાગતોત્પાંત નાશયાશુ નમોસ્તુતે |

તમારા મન ની ઈચ્છાઓ ની પૂર્તિ માટે નો મંત્ર – ૐ મહાબલાય વીરાય ચિરંજિવીન ઉદ્દતે, હારિણે વજ્ર દેહાય ચોલંગ્ધિતમહાવ્યયે |

તમારા વિરોધી પર જીત મેળવવા માટે નો મંત્ર – ૐ નમો હનુમતે રૂદ્રાવતારાય સર્વશત્રુસંહારણાય સર્વરોગ હરાય સર્વવશીકરણાય રામ દૂતાય સ્વાહા |
જો તમે કોઈ દેણાં માં ફંસાયેલા હોવ તો તેમાંથી મુક્તિ મેળવવા માટે નો મંત્ર – ૐ નમો હનુમતે આવેશાય આવેશાય સ્વાહા |

જો તમે તમારા જીવન મા પ્રભુ શ્રી બજરંગબલી ના ઉપરોક્ત દિવ્ય મંત્ર નું પઠન કરો તો તમારા જીવન મા આવનાર તમામ સમસ્યાઓ નો તમે સરળતાથી સામનો કરી શકો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *