દરરોજ સવારે ભૂખ્યા પેટે ઘી ખાવાથી થોડાક દિવસમા બદલાઈ જશે તમારી કાયા થશે ચમત્કારી લાભ

મોટેભાગે બધા જ લોકો ની શુભ સવાર એટલે કે ઉઠ્યા બાદ દિવસ નો આરંભ ચા ની ચૂસકી સાથે જ થતી હોય છે અને જેને સ્વાસ્થ્ય ની દ્રષ્ટિએ જો જોવા મા આવે તો તે માનવ શરીર માટે અયોગ્ય માનવામા આવે છે. આ ચા કે કોફી થી માનવી ને તુરંત જ એનર્જી તો મળી રહે છે પરંતુ ખાલી પેટે આવા પ્રદાર્થો નુ સેવન શરીર ને નુકસાની પણ પોહાચાડે છે. તો આવા સમયે આપળે સ્વસ્થ રહેવા માટે શું કરવું જોઈએ તે જાણવું ઘણું જરૂરી બને છે.

આથી સવારે ભૂખ્યા પેટે એવું તો શું ખાવું જોઈએ કે જે શરીર માટે લાભદાયી સાબિત થાય છે. તો આ માટે પણ દરેક માણસે-માણસે દ્રષ્ટિકોણ જુદા હોય છે. એવા મા જો આપળે આયુર્વેદ પ્રમાણે આગળ વધીએ તો નિત્ય સવારે ભૂખ્યા પેટે ઘી આરોગવું જોઈએ. આ ઘી ખાવા થી શરીર ને ઘણા પ્રકાર ના લાભ મળે છે. તો આ માટે તમારે નિત્ય સવારે ભૂખ્યા પેટે એક ચમચી ઘી એક ગ્લાસ ગરમ પાણી સાથે પીવું જોઈએ.

આ એક વાત નુ ખાસ ધ્યાન રાખવું કે આ ઘી અને પાણી ના સેવન ના અડધા કલાક સુધી બીજું કશું જ ના ખાવું જોઈએ. તો ચાલો આજ ના આ આર્ટીકલ મા જાણીએ કે આ રીતે નયણાં કોઠે ઘી સાથે પાણી પીવા થી કેવા-કેવા લાભ શરીર ને થાય છે. મોટેભાગે જોવા મા આવ્યું છે કે લોકો સ્વાસ્થ્ય બનાવવા માટે ઘી નું સેવન કરતા હોય છે પરંતુ વધુ પડતા લોકો તેના ફાયદા થી અજાણ હોય છે.

આમ જોવા જઈએ તો આ ઘી માનવ શરીર મા ચરબી વધારવા માટે તેમજ હૃદય માટે લાભદાયક માનવામા આવે છે અને તેના થી હાડકાઓ ની મજબૂતાઈ પણ વધે છે. આ સાથે જ આ જાણવું પણ વધુ જરૂરી છે કે નયણાં કોઠે ઘી આરોગવા થી હજુ વધારે ફાયદો થતો હોય છે. આ રીતે ઘી ના સેવન થી સાંધા ના દુખાવા થી લઈ ને વાળ તેમજ ચામડી થી લગતી તકલીફો પણ દુર થાય છે. તો ચાલો જાણીએ આ રીતે ઘી પીવા ના બીજા અન્ય ફાયદાઓ વિષે.

સાંધા ના દુખાવા મા થશે રાહત
નિત્ય સવારે ભૂખ્યા પેટે ઘી આરોગવા થી માનવ શરીર ના હાડકાઓ ને ઘણો ફાયદો પોહચે છે. જેથી સાંધા થી લગતા દુખાવા મા ઘણી હદ સુધી રાહત મળે છે. આમ જોવા જઈએ તો આ ઘી ને કુદરતી લુબ્રિકન્ટ પણ કહી શકાય કે જેના સેવન થી સાંધા તેમજ માંસપેશીઓ ની કોમળતા યથાવત રહે છે, જેથી સાંધા ના દુખાવા તમેજ સ્પામ્સ થી રાહત મળે છે. આ સિવાય આર્થરાઇટિસ જેવા જટિલ રોગ મા પણ રાહત રહે છે. આ ઘી મા મળી આવતું ઓમેગા -૩ નામ નું ફેટી એસિડ ઓસ્ટીઓપોરોસીસ ની તકલીફ મા થી પણ રાહત અપાવે છે.

મગજ ની કાર્યક્ષમતા મા વધારો

મોટેભાગે માણસો આ ઘી નુ સેવન પોતાના શારીરિક વિકાસ માટે કરતા હોય છે પરંતુ તમને જણાવી દઈએ કે આ ઘી ના નિત્ય સેવન થી મગજ ની કાર્યક્ષમતા પર પણ સકારાત્મક અસરો થતા માનસિક વિકાસ મા વધારો થાય છે. આમ જોવા જઈએ તો આ ઘી ના સેવન થી મગજ ની તમામ કોશિકાઓ કે જેને યોગ્ય રીતે કામ કરવા માટે ચરબી ની જરૂર પડતી હોય છે તે તેને આ ચરબી પુષ્કળ પ્રમાણ મા ઘી મા થી મળી રહે છે.

આ રીતે યોગ્ય માત્રા મા કરવા મા આવતું ઘી નુ સેવન મગજ ની કોશિકાઓ તંદુરસ્ત રાખે છે અને બીજી અન્ય નસ કાર્યશીલ રહે છે. જેથી મનુષ્ય નુ ચેતાતંત્ર સારી રીતે કામ કરે છે અને જેના થી તમારી યાદશક્તિ તેમજ શીખવા ની ક્ષમતા મા વધારો થવા લાગે છે. આ સિવાય નિત્ય પરોઢે પીવા મા આ રીતે આવતું ઘી અલ્ઝાઈમર જેવી બીમારી ની સંભાવના મા પણ ઘટાડો કરે છે.

ચામડી ને બનાવે સ્વસ્થ અને ચમકદાર

આ રીતે કરવામા આવતા ઘી ના સેવન થી ચામડી મા મૃત પામેલી કોશિકાઓ પુનર્જીવિત થાય છે. આથી નિત્ય આ ઘી ના સેવન થી તમારી ત્વચા મા એક કુદરતી નિખાર આવે છે અને મૃત કોષિકાઓ ના જીવંત થવા થી ચામડી પેહલા કરતા વધુ સ્વસ્થ લાગે છે. આ સાથે ઘી ત્વચા ને કુદરતી કોમળતા આપવાનું કામ કરે છે અને તેને સુખવા થી કે શુષ્ક થવા થી પણ બચાવે છે, જેના લીધે તમારી ચામડી સ્વસ્થ તેમજ ચમકદાર બને છે.

હૃદય માટે લાભદાયક

સામાન્ય રીતે એવું માનવા મા આવે છે કે ઘી ના સેવન થી શરીર મા રહેલા કોલેસ્ટ્રોલ મા વધારો થાય છે અને જે માનવ શરીર ના હૃદય માટે નુકશાનદાયક સાબિત થઈ શકે છે. પરંતુ આ વાત ની સાથે આ ઉપરોક્ત જણાવેલ વાત પણ એટલી જ સાચી છે કે સવારે નયણાં કોઠે પીવા મા આવતું ઘી કોલેસ્ટ્રોલ ના સ્તર ને નિયંત્રિત કરે છે. જેમ આપણે ઉપર વાત કરી કે આ ઘી મા મળી આવતું ઓમેગા -૩ નામ નું ફેટી એસિડ માનવ શરીર મા રહેલા તમામ ખરાબ કોલેસ્ટ્રોલ ને કાઢવામા મદદરૂપ થાય છે. આ માટે સવારે નયણાં કોઠે ગરમ પાણી સાથે પીવા મા આવતું ઘી હૃદય ને તંદુરસ્ત રાખે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *