હળદર અને લીંબુ નો આ ઉપાય અજમાવો, તમારી સ્કીન થશે દૂધ જેવી ધોળી અને મળશે અનેક ફાયદાઓ

મિત્રો , હાલ લોકો નું જીવન એટલું વ્યસ્તતા ભરેલું બની ગયું છે કે તેમની પાસે તેમના સ્વાસ્થ્ય ની સાર-સંભાળ લેવાનો જરા પણ સમય નથી. પરિણામે તે લોકો અવનવી સમસ્યાઓ થી પીડાય છે. આ સમસ્યાઓ માની એકી સમસ્યા છે સ્કીન ને લગતી સમસ્યા. દરેક વ્યક્તિ એવું ઈચ્છતો હોય છે કે તેની સ્કીન મુલાયમ અને આકર્ષક રહે. મુખ્યત્વે મહિલાઓ પોતાની સ્કીન ને લઈને ખૂબ જ સેન્સિટિવ હોય છે.

તેઓ પોતાની સ્કીન ની સાર-સંભાળ લેવા માટે બજાર માં મળતા અનેકવિધ સૌંદર્ય સંસાધનો નો પ્રયોગ કરે છે પરંતુ , તેનાથી ખાસ કઈ ફરક પડતો નથી. ઊલટાનું આ સૌંદર્ય પ્રસાધનો ની આડ-અસર તમારી સ્કીન ને વધુ પડતી હાનિ પહોંચાડે છે અને તમારી સ્કીન ની ચમક ને ઘટાડી નાખે છે અને આના કારણે તમારા વ્યક્તિત્વ પર નકારાત્મક અસર પડે છે. હાલ તમને આ લેખ માં સ્કીન ને લગતી આ સમસ્યાઓ ને દૂર કરવા માટે નો એક સરળ અને સહેલો નુસખો જણાવીશું. જે તમારી સ્કીન ને અટરેકટિવ બનાવશે.

આ નુસખો તૈયાર કરવા માટે ની આવશ્યક સામગ્રી :

લીંબુ : ૧/૨ નંગ , હળદર : ૧ ચમચી

વિધિ :

તમારી સ્કીન ને સુંદર અને આકર્ષક બનાવવા માટે સૌપ્રથમ એક પાત્ર માં થોડી હળદર લઈ લ્યો. ત્યાર બાદ આ હળદર માં ૧/૨ લીંબુ નો રસ એડ કરો અને ત્યાર બાદ હળદર અને આ લીંબુ ના રસ ને વ્યવસ્થિત રીતે મિક્સ કરીને એક પેસ્ટ તૈયાર કરો. ત્યાર બાદ આ પેસ્ટ ને તમારી સ્કીન પર લગાવો અને હળવા હાથ વડે મસાજ કરો.

હવે આ પેસ્ટ ને ૧/૨ કલાક ના સમય માટે સ્કીન પર રહેવા દો. ત્યાર બાદ પાણી વડે સ્કીન ને સાફ કરી લ્યો તમે સ્વયં તમારી સ્કીન પર થયેલા પરીવર્તન ને નિહાળી શકશો. લીંબુ માં પુષ્કળ પ્રમાણ માં સાયટ્રિક એસિડ સમાવિષ્ટ હોય છે જે સ્કીન માં રહેલા દૂષિત અને જેરી બેક્ટેરિયા નો નાશ કરે છે અને તેમણે દૂર ભાગાડે છે.

લીંબુ અને હળદર ની આ પેસ્ટ લગાવવાથી તમારી સ્કીન ના છિદ્રો ખૂલી જશે અને સ્કીન ને યોગ્ય પ્રમાણ માં ઑક્સીજન પ્રાપ્ત થઈ રહેશે. જેથી તમારી સ્કીન પર રહેલો મેલ અને ડાર્કનેસ દૂર થઈ જશે અને તમારી સ્કીન એકદમ બ્રાઇટ થઈ જશે અને ચમકવા માંડશે. આ નુસખા ની સૌથી વિશિષ્ટ વાત એ છે કે તેના ઉપયોગ થી તમારે કોઈપણ પ્રકાર ની આડ-અસર નો સામનો કરવો પડતો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *