હવે તમારી જાતે તૈયાર કરો ગોલ્ડ ફેસિયલ, જાણી લો બનવાની રીત.
મિત્રો આજે બધા લોકો ને સુંદર દેખાવું છે. આ માટે લોકો માર્કેટ માં મળતી અવ નવી પ્રોડક્ટ નો ઉપયોગ કરતાં હોય છે. જેમાં લોકો ઘણા રૂપિયા ખર્ચી નાખે છે. ઘણી સ્ત્રીઓ તો રૂપાળા દેખાવા માટે દર મહીને ફેશિયલ કરતી હોય છે. જેના માટે એને માર્કેટમાં ઘણા પૈસા ખર્ચવા પડે છે. આજે અમે ઘરે બેઠા જ ગોલ્ડ ફેશિયલ બનાવવાની રીત જણાવીશું, જેને સીખીને પછી તમે તમારા ઘણા પૈસા બચાવી શકો છો. તો ચાલો જાણીએ ગોલ્ડ ફેશિયલ બનાવવા વિશે.
આ છે ફેશીયલ બનાવવા માટેની મેથડ
આ માટે સૌથી પહેલા તમારે હળદર, લીંબુનો રસ, નારિયેળ તેલ, મધ અને દહીં જેવી બધી વસ્તુ તૈયાર કરવાની છે. આ બધાને એક જગ્યા પર લઈને પછી એક બાઉલમાં હળદર, લીંબુનો રસ, નારિયેળ તેલ, મધ અને દહીંની અડધી ચમચી લેવી. પછી આ મિશ્રણને સરખી રીતે મિક્ષ કરી લેવું. આ મિશ્રણ તૈયાર કરતા જ તમારું ગોલ્ડ ફેશિયલ તૈયાર થઇ ગયું.
આ રીતે કરો તેનો ઉપયોગ
આ માટે પ્રથમ તો તમારે દૂધ અને ગુલાબ જળની જરૂરત પડશે. આ બાઈને વાસુ ને મિક્ષ કરીને તમારા ચહેરા પર લગાવી રાખવું. લગભગ ૧૨ મિનીટ પછી ચહેરાને કોટનના કપડાથી સાફ કરીને ઠંડા પાણીથી ધોઈ લેવો. એના પછી ગોલ્ડ ફેશીયલના લેપને તમારા ચહેરા પર સરખી રીતે લગાવી લેવું અને ૨૦ મિનીટ માટે છોડી દેવું. જયારે તમારું ગોલ્ડ ફેશિયલ ચહેરા પરથી સુકાય જાય એ પછી એક બાઉલમાં પાણી લઈને કોટનના કપડાથી સાફ કરી લેવો. અને પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લેવો. પછી જયારે તમે ચહેરો ધોવ ત્યારે ૧૨ કલાક સુધી ચહેરા પર સાબુ ન લગાવવો.