જૈન ધર્મનુ સુપ્રસિદ્ધ તીર્થધામ મહુડી જગ વિખ્યાત છે તેના સુખડી ના પ્રસાદ ને લીધે, જાણો સુખડીની મહત્વ…

આ મહુડી ધામ જૈનો નું ૨૪ તીર્થો માનું મહત્વનું તેમજ પાવન યાત્રાધામો મા નું એક છે. આ જૈન મંદિર નું સંકુલ લગભગ બે કિલોમીટર જેટલા મા ફેલાયેલું છે. અહીંયા ભગવાન ઘંટાકર્ણ નું મુખ્ય મંદિર છે અને જેની ટોચે સોના નો કળશ મુકવામાં આવ્યો છે. આ આખું મંદિર ને આરસ પહાણ થી બનવવા મા આવેલ છે તેમજ અહીંયા ખૂબ મોટી સંખ્યા મા શ્રદ્ધાળુઓ ભક્તો આવે છે.

‘પ્રણ્મયશ્રી મહાવીર, સર્વજ્ઞા દોષર્વિજતમ્
કુમતં ખંડન કુર્વે, જૈન શાસ્ત્રવિરોધિનામં
ઘણ્ટાકર્ણમહાવીર, જૈનશાસનરક્ષકઃ
તસ્ય સહાયસિદ્ધયર્થ, વચ્મિ શાસ્ત્રાનુસારતઃ

આ જગવિખ્યાત મંદિર નો ઇતિહાસ જોવા જઈએ તો આજ થી લગભગ ઘણા વર્ષો પેહલા જુના મહુડી ગામ મા પદ્મપ્રભુસ્વામી ભગવાન નું જિનાલય હતું. સાબરમતી નદી મા ભયાનક પૂર ને કારણે મહુડી ગામ ભય મા આવી જતા ગામ ના આગેવાન જૈનો એ નવું ગામ વસાવી ત્યાં રેહવાનું ચાલુ કર્યું અને ત્યાં એક નવું જિનાલય બનાવી મૂળ નાયક પદ્મપ્રભુસ્વામી, આદેશ્વરસ્વામી ની પ્રતિષ્ઠા સવંત ૧૯૭૪ મા માગશર સુદ ૬ના દિવસે આચાર્ય બુદ્ધિસાગર સુરિશ્વરજી ના વરદ હસ્તે કરવામાં આવી.

પૂ.ગચ્છાધિપતિ કૈલાસસાગર સુરિશ્વરજી અને પૂ. સુબોધસાગર સુરિશ્વરજી ની દેખરેખ હેઠળ ૨૭ જિનાલય નું નિર્માણ કરવામાં આવ્યું અને પછી આ મહાન તીર્થસ્થાન નો વિકાસ થયો. ગુજરાત મા જોવાલાયક સ્થળો માનું આ એક મહત્વ નુ પાવન તીર્થધામો માંથી એક જૈન ધર્મ પ્રતિક એવું મહુડી છે.

જૈનશાસન ના ૫૨ વીરો માંથી એક વીર ઘંટાકર્ણ મહાવીર દેવ ની મૂર્તિ શ્રીમદ્ બુદ્ધિસાગર સુરિશ્વરજીએ કરેલ છે. તિરથ મા ભગવાન ના દર્શન સાથે ધનુષધારી ઘંટાકર્ણ મહાવીર ના દર્શન તેમજ અહીંનો સુખડીનો પ્રસાદ એ ભાવિકો માટે સંભારણું બની રહે છે. આ પ્રસાદ ઘરે કે મંદિરની બહાર લઇ જઇ શકાતો નથી તે પણ અહિયાં ની એક મહાન વિશેષતા છે.

મહુડી ગામ ગાંધીનગર થી ૪૮ કિલોમીટર તેમજ વિજાપુર થી ૧૦ કિલોમીટર ના અંતરે સ્થાપિત છે. રાજ્ય ના ધોરીમાર્ગ સાથે જોડાયેલું હોવા થી દરેક રાજ્ય ના બીજા શહેરો માંથી પણ એસ.ટી. તેમજ બીજી પ્રાઇવેટ બસો ની સુવિધાઓ મળી રહે છે. મહુડી ધામ મા કુલ ૨૩ મંદિરો આવેલાં છે જેમાં જૈન મંદિરો સિવાય બીજા રાધાકૃષ્ણ મંદિર,સાંકળેશ્વર મહાદેવનું મંદિર, અંબાજી માતાનું મંદિર,ચામુંડા માતાનું મંદિર,હાજીપીર ની દરગાહ,ગોગા મહારાજનું મંદિર,હરસિદ્ધિ માતાનું મંદિર જેવા ઘણા બધા દર્શનીય સ્થળો જગવિખ્યાત છે.

કાળીચૌદસ ના દિવસે તેમનો યજ્ઞ યોજવામાં આવે છે ત્યાં મંદિર મા ૪૫ જેટલાં સીસીટીવી ગોઠવેલા છે તેમજ પ્રાથમિક ઉપચાર કેન્દ્ર પણ છે.અહિયાં જૈન મુનિઓ,યતિઓ,શ્રી પૂજકો,શ્રાવકો તેમજ ઘંટાકર્ણવીર ના મંત્ર જપવામાં આવે છે.અહિયાં તેમના ઘણા પરચા પ્રખ્યાત છે એવી માન્યતા છે કે ઘંટાકર્ણ દેવ ગયા જન્મ મા એક આર્ય રાજા હતા અને તે સતીઓનું, સાધુઓનું તેમજ ધાર્મિક માનવી નો રક્ષા કરવામાં જીવન વિતાવતા હતા.

તેમને સુખડી પ્રિય હોવાને લીધે આ દેરાસર ના પટાંગણ માજ આ સુખડી બનાવવા મા આવે છે તેમજ આ સુખડી નો પ્રસાદ ધરવા નો રીવાજ છે. આ સુખડી નો સ્વાદ બહુ જ સ્વાદિષ્ટ હોય છે અને તેને ત્યાં જ ખાઈ ને પૂરો કરવાનો નિયમ છે અથવા તો કોઈ ગરીબ ને આપીને પૂરી કરવાની થાય છે. આ જગ્યા માંથી આ પ્રસાદ ને બહાર લઈ જવાતો નથી અને જેને આને બહાર લઈ જવાનો કોશિશ કરી તે લોકો પણ સફળ થયા નથી તેવી લોકવાયકા પ્રસિદ્ધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *