ખુબ જ ભાગ્યશાળી હોય આવા લોકો જેના જીવનમાં આવે આ એક ખાસ યોગ

મિત્રો, સૂર્ય એ ફક્ત પોતાની કિરણો થી પૃથ્વી પર પ્રકાશ અને જીવન જ નથી ફેલાવતો પરંતુ, જો વ્યક્તિ ની જન્મ કુંડળી મા તે શુભ અને યોગ્ય સ્થાન મા હોય તો તે વ્યક્તિ ના જીવન મા અનેરો આનંદ છવાઈ જાય છે. તો ચાલો આજે આપણે આ લેખ મા જાણી લઈએ કે કયા કયા છે આ યોગ કે જ્યારે ચમકી શકે છે તમારું નસીબ. સૂર્ય ના શુભ પ્રભાવ થી પ્રભાવિત થયેલાં જાતકો વધુ પડતાં આત્મવિશ્વાસી અને સમાજ મા એક નવી દિશા આપનાર બને છે.

આ સાથે જ જો સૂર્ય અશુભ સ્થિતી મા હોય તો તેવા જાતક નિરાશા મા ગરકાવ થઈ જાય છે અને હાડકા થી તેમજ અન્ય રોગો થી પીડિત રહે છે. જો કુંડળી મા સૂર્ય યોગ્ય ફળ ના આપતો હોય તો જાતક આ ઉપાયો અજમાવી સૂર્યદેવ ના આશીર્વાદ પ્રાપ્ત કરી શકે છે. જો પ્રથમ ભાવ ના સૂર્ય થી જાતક ને કોઈ સમસ્યા હોય તો આવા વ્યક્તિએ સત્ય નો સાથ ક્યારેય ના છોડવો જોઈએ. આ ઉપરાંત તમારી કમાણી નો એક નિશ્ચિત ભાગ આવશ્યક્તા ધરાવતાં વ્યક્તિઓ ને દાન કરવો.

જો બીજા ભાવ નો સૂર્ય પીડા આપતો હોય તો તે જાતક ને ક્રૂર અને ઘાતકી બનાવે છે. આવા જાતકે પોતાની વાણી પર નિયંત્રણ રાખવું જોઈએ. આ ઉપરાંત આ જાતકો એ અમુક સમયગાળા ના અંતરે ધાર્મિક સ્થળે જઈને ગરીબો ને દાન કરવા જવું જોઈએ.

ત્રીજા ભાવનો સૂર્ય આવકમાં વૃદ્ધિ કરાવે છે. પરંતુ , આ જાતકો આવનાર સમય માં અન્યાય નો ભોગ બની શકે તથા ચૂપચાપ આ અન્યાય સહન કરવો જાતક ના સૂર્ય ને નબળો કરે છે. તેથી ઘર માં વયોવૃદ્ધ લોકો ના આર્શીવાદ લઈ પુણ્યશાળી બનવું જોઈએ.

ચતુર્થ ભાવ ના સૂર્ય ને સાનુકૂળ બનાવવા માટે અંધ વ્યક્તિઓ ને આહાર ગ્રહણ કરાવવું તેમજ ગળા મા ત્રાંબા નો સિક્કો ધારણ કરવો જેથી તમને અનેક ગણો લાભ પ્રાપ્ત થશે.

પાંચમા ભાવનો સૂર્ય સંતાન માટે નુકશાનદાયી સાબિત થઈ શકે છે. આ સ્થિતી માંથી રક્ષણ મેળવવા માટે આ જાતકે લાલ મુખ વાળા વાનરો ને આહાર ગ્રહણ કરાવવું જોઈએ. આ સિવાય નિયમિત સૂર્યને જળ ‌ર્પણ કરવું.

છઠ્ઠા ભાવ ના સૂર્ય ને શાંત રાખવા માટે જાતકે રાત્રે સૂતી વખતે માથા પાસે પાણી નું ભરેલું પાત્ર રાખવું જોઈએ તથા પોતાની સાથે હંમેશા એક ચાંદી ની વસ્તુ અવશ્યપણે રાખવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *