શુ તમારે પણ લીંબુ પાણીથી પેટની ચરબી ઓછી કરવી છે, તો જાણો તમે આ ભૂલો તો નથી કરતા ને…

માણસ ને જ્યારે પણ વજન ઘટાડવા ની વાત આવે એટલે માત્ર લીંબુ જ દેખાય. આ ફળ નો ઉપયોગ પ્રાચિનકાળ થી કરવામા આવે છે. લીંબુ મા વિટામિન સી અને સાઇટ્રિક એસિડ નુ પ્રમાણ વધુ હોવાથી તે આપણી ચામડી, પાચનતંત્ર તેમજ કિડની થી લગતી બીમારીઓ મા ગુણકારી સાબિત થાય છે.

આ લીંબુ નો નિયમિત સવારે ભૂખ્યા પેટે પ્રયોગ કરવા છતાં જોઈએ તેવો ફેર જાણતો નથી, વજન મા પણ કાઈ ફેર પડતો નથી. ઘણા માણસો લીંબુ સાથે મધ તો ઘણા ગરમ પાણી મા લીંબુ નો રસ નાખીને આરોગે છે. પેટ ની ચરબી ને ઓગળવા આ બધાજ પ્રયોગો સાચા ત્યારે પડશે જયારે તેની બનાવવાની રીત સાચી હોય.

જે વ્યક્તિઓ વધુ મીઠું, તીખું અને બહાર ના ખાન-પાન વધુ પ્રમાણ લેતા હોય છે તેમને લીંબુ નુ પાણી રોજ પીવાની ટેવ પડવી જોઈએ. લીંબુ શરીર મા રહેલ મેટાબોલિઝમ ને ગતિ આપે છે કેમકે તેમાં સાઈટ્રિક એસિડ આપળા શરીર ની જામેલી ચરબી ને ઓગળવા માં મદદરૂપ થાય છે. આટલા બધા ફાયદા હોવા છતાં કઈ ભૂલ છે જે આપળે લીંબુ પાણી બનવતા વખતે મોટે ભાગે બધા લોકો કરતા હોય છે. તો ચાલો જાણીએ આ ભૂલો વિશે.

ગરમી ની ઋતુ મા સાકર યુક્ત લીંબુ નું શરબત પીવા થી શરીર ઠંડુ રહે છે પણ જો વજન ઘટાડવા માટે પ્રયોગો છો તો તે કામ નહિ કરે કારણ કે સાકર થી લીંબુ ના ગુણ ઓછા થતા જાય છે. એમ જયારે ગરમ પાણી મા મધ ની વાત આવે તો પણ વધારે ગરમ પાણી મા પ્રયોગ કરવા થી તેના ગુણધર્મો નાશ પામે છે અને વિપરીત રીતે કામ કરે છે. મધ નો ઉપયોગ સદાય ગરમ કરેલ ઠંડા પાણી અથવા તો નવશેકા પાણી મા ભેળવીને કરવો જોઈએ જેથી એના અંદર રહેલ તત્વો નાશ નો પામે.

મોટાભાગના માણસોને એ ખબર નથી હોતી કે લીંબુ કરતા પણ વધુ પ્રમાણ મા ગુણ તેની છાલ મા હોય છે. માત્ર એક લીંબુ ની છાલ મા બીજા દસ લીંબુ ના રસ થી પણ વધુ માત્રા મા ન્યુક્લિન હોય છે. માણસો તો રસ નીકળ્યા બાદ તેની છાલ ને કચરા મા જવા દેતા હોય છે. આ જાણવું જરૂરી છે કે લીંબુ ની છાલ વજન તો ઘટાડે સાથે શરીર મા રહેલ કોલેસ્ટ્રોલ તેમજ કેન્સર જેવા જીવલેણ રોગો મા પણ લાભદાયી નીવડે છે.

આ પીણું બનાવવા માટે એવા લીંબુનો ચયન કરવાનો કે જેની છાલ જાડી હોય. સવપ્રથમ લીંબુ ની ઉપલી પરત ને છીણી તેમાં નજર આવતું તેલ જેવું પ્રદાર્થ જ વજન ને ઝડપ થી ઘટાડવા મા મહત્વ ની ભૂમિકા ભજવે છે. માત્ર ધ્યાન એ બાબત નુ રાખવાનું છે કે લીંબુ છોલતી વખતે માત્ર તેની પીળી પરત જ સાફ થવી જોઈએ સફેદ ને છીણવાનુ નથી. આ સફેદ દેખાતો ભાગ સ્વાદે કડવો હોય છે અને તે વધુ ગુણકારી પણ હોય છે.

હવે ૨૫૦ મી.લી. જેટલું પાણી ગરમ કરી તેને ગ્લાસ મા કાઢી લ્યો. હવે આ ગ્લાસ મા ૧ ચમચી છીણેલી છાલ ઉમેરો અને તેને ઠંડુ થવા દો. જયારે આ પાણી નવશેકું થાય એટલે તેમાં લીંબુ નો રસ અને સ્વાદ માટે જો મધ ઉમેરવા મા આવે તો વધુ ફાયદાકારક સાબિત થાય છે. આ તમારું પીણું હવે પીવા માટે તૈયાર છે.

આ તૈયાર કરેલ પીણાં ને જો નિયમિત ભૂખ્યા પેટે પીવામાં આવે તો માત્ર સાત થી આઠ દિવસ મા તમે તમારા શરીર મા થતા ફેરફાર જોઈ શકશો. વજન નિયંત્રિત થતો જાય છે અને શરીર પણ હળવું ફૂલ બને છે તેમજ શરીર માં રહેલ વધારાની ચરબી ઓગળવા માંડે છે.

આ પેય વજન મા તો ફેરફાર કરે જ છે સાથોસાથ ચામડી ઉપર પડેલા દાગ અને કરચલીઓ ને દુર કરી ચેહરા ને ચમક આપે છે. પીતાશય મા રહેલ કચરો પણ આનાથી સાફ થાય છે. પેટ થી લગતી મોટાભાગ ની બીમારીઓ દુર થાય છે અને જે વ્યક્તિઓ ને વાયુ કે અપચા થી થતી એસીડીટી સમયે આ પીણું ભૂખ્યા પેટે ના પીવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *