મીઠા લીમડામાં ઉમેરી દો આ એક વસ્તુ તમારી કાળી ત્વચા થશે રૂપાળી, આ રીતે બનાવો ફેસપેક

મિત્રો, આપણા રસોઈઘર મા બનતા દરેક આહાર મા સ્વાદ વધારતો મીઠો લીમડો ઉપયોગ મા લેવા મા આવે છે. પરંતુ શુ તમને ખ્યાલ છે કે મીઠો લીમડો સૌંદર્ય નિખારવા માટે પણ અત્યંત લાભદાયી માનવામા આવે છે. મીઠો લીમડો એ આયુર્વેદ શાસ્ત્ર મા દર્શાવેલી એક અસરકારક ઔષધ છે. માર્કેટ મા સ્કિન ની જાળવણી માટે અનેક પ્રકાર ની વસ્તુઓ હાજર છે. જે તમને તુરંત લાભ પહોંચાડી દે છે, પરંતુ આ વસ્તુ ની અસર લાંબા સમય સુધી સ્કિન પર દેખાતી નથી.

આ પરિસ્થિતિ મા પ્રાકૃતિક નુસખો એ એકમાત્ર એવો ઉપાય છે, જે તમારી સ્કિન સાથે સંકળાયેલી તમામ સમસ્યાઓ દૂર કરી શકે. તો આવો જાણીએ અમુક ઘરગથ્થુ નુસખાઓ વિશે. મીઠા લીમડા ના પર્ણો નો પુરાતન કાળ થી સ્કિન ની ચમકાટ નિખારવા માટે ઉપયોગ થાય છે. મીઠા લીમડા ના પર્ણો માંથી ફેસ પૈક તૈયાર કરવા માટે સૌપ્રથમ તડકા મા મીઠા લીમડા ના પર્ણો ને સૂકાવી દો. ત્યારબાદ તેને ક્રશ કરી તેનો પાઉડર બનાવી લો.

ત્યારબાદ આ તૈયાર કરેલ મિશ્રણ મા થોડુક ગુલાબજલ, મુલતાની માટી અને કોકોનટ ઓઈલ કે પછી અન્ય કોઈ ઓઈલ મિશ્રિત કરીને તેની પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટ ને તમારી સ્કિન પર લગાવીને વીસ મિનિટ માટે આ જ અવસ્થા મા રહો. ત્યાર બાદ ઠંડા પાણી થી તમારા ફેસ ને વોશ કરી લ્યો. આ ઉપરાંત ફેસ પર ખીલ ની સમસ્યા વર્તમાન સમય મા તો સામાન્ય છે. આ સમસ્યા માંથી મુક્તિ મેળવવા માટે પણ તમે મીઠા લીમડા ના પર્ણો નો ઉપયોગ કરી શકો છો.

તેના માટે મીઠા લીમડા ના પર્ણો અને હળદર પાવડર ને વ્યવસ્થિત રીતે ક્રશ કરીને તેની પેસ્ટ બનાવી લો. ત્યાર બાદ તેને ખીલ ની ઉપર લગાવો અને સુક્વા દો. થોડા સમય બાદ ફેસ ને સાદા પાણી થી ધોઈ લો. મિત્રો , વર્તમાન સમય ની જીવનશૈલી અને તણાવ ના કારણે સમય કરતાં પૂર્વે સ્કિન પર કરચલી પડવા જેવી મોટી સમસ્યા ઉદભવે છે. આ સમસ્યા માંથી મુક્તિ મેળવવા માટે મીઠા લીમડા ના પર્ણો અને મુલ્તાની માટી ને વ્યવસ્થિત રીતે ક્રશ પેસ્ટ બનાવી લો અને તેમાં થોડુંક ગુલાબજળ મિક્સ કરી લો.

હવે આ પેસ્ટ ને તમારા ફેસ પર વ્યવસ્થિત રીતે લગાવી દો. એ વાત ની વિશેષ સાવચેતી રહે કે પેસ્ટ આંખો ની પાસે ના લગાવવી. જ્યારે આ પેસ્ટ વ્યવસ્થિત રીતે સૂકાઈ જાય તો તેને ચોખ્ખા પાણી થી ધોઇ લો. આ નુસ્ખો અજમાવવા થી તમારા ફેસ પર ની કરચલી દૂર થવા ની સાથોસાથ તમારી શ્યામ સ્કિન રૂપાળી થશે અને ચમકદાર બનશે. આવા તો અનેક નુસ્ખાઓ આપણા આયુર્વેદ મા દર્શાવ્યા છે.

તો મિત્રો આજકાલ બજાર મા મળતી મોંઘીદાટ ક્રીમો તેમજ અન્ય કેમિકલ વાળા ફેસ પેક લગાવવા કરતા આવા સરળ ઉપાય અજમાવવા જોઈએ. આ સાથે જ તેનો સૌથી મોટો લાભ એ છે કે કેમીકલયુક્ત ફેસ પેક તેમજ ક્રીમો થી લાંબાગાળે ત્વચા ને નુકશાન થતું હોય છે પરંતુ આવા આયુર્વેદિક નુસ્ખાઓ ના ઉપયોગ થી ત્વચા ચમકદાર તો બને જ છે સાથોસાથ ત્વચા ના મરણ પામેલા કોષો પણ પુનઃ જીવિત થાય છે અને તેનો આયુષ્ય વધે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *