રોજે સવારે ઉઠીને ખાઈ લો ચાર પાચ ખજૂર, થશે આ 9 ફાયદાઓ

મિત્રો હાલના સમયમાં માર્કેટની અંદર અલગ અલગ પ્રકારના ખજૂર મળી આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે આરોગ્ય માટે ખૂબ જ લાભકારક છે. ખજૂરનું સેવન કરવાથી ડિહાઇડ્રેશન ની સમસ્યા થતી નથી. આ ઉપરાંત તેના નિયમિત સેવન ના કારણે કમજોરી પણ દૂર થાય છે. આજે આપણે આ ફાયદા વિશે જાણીશું.

1 જે લોકોને પેટ ને લઈને સમસ્યા થતી હોય જેવી કે કબજિયાત, ગેસ કે પછી પેટમાં દુખાવો થવો જેવી સમસ્યામાં ખજૂરનું સેવન કરવાથી ખૂબ જ ફાયદો થશે. રોજ ઊઠીને ખાલી પેટે ચારથી પાંચ ખજૂર ખાવાથી પેટ ના આંતરડા પણ મજબૂત બને છે તથા આંતરડામાં ચોટલી ગંદકી દૂર થાય છે.

2 આજે મોટી ઉંમરના લોકોમાં મોટા ભાગે સાંધાનો દુખાવો થતો હોય છે. સાંધાના દુખાવામાં રાહત મેળવવા માટે દૂધની અંદર ખજૂર ઉમેરીને તેનું રેગ્યુલર સેવન કરવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે.

3. અમુક લોકોના શરીર ની અંદર લોહીની ઉણપ હોય છે, જે વ્યક્તિ લગાતાર એકવીસ દિવસ સુધી ખજૂરનું સેવન કરશે તેના શરીરમાં આયન તથા લોહીની ઊણપ દૂર થાય છે. આ ઉપરાંત હીમોગ્લોબિનમાં પણ વધારો થાય છે.

4 નાના બાળકોનો વિકાસ સારી રીતે કરવા માટે તેને દરરોજ ૧૦ ગ્રામ ભાતના પાણીમાં ખજૂર પીસીને ખવડાવવો જોઈએ.

5 પાતળા તથા કમજોર લોકોએ દરરોજ પાંચ ખજૂર ખાવા જોઈએ. આમ કરવાથી તમારા શરીરની કમજોરી દૂર થશે તથા તમારા વજન પણ વધવા લાગશે.

6 ઘણા લોકો ને કામ ની અંદર આવતી હોય છે, આ ઉપરાંત અમુક લોકોને થાકનો અનુભવ થાય છે. આવા લોકો એ નિયમિત રીતે ઇમ્યુનિટી વધારવા માટે ખજૂરનું સેવન કરવું જોઈએ.

7 ખાસ કરીને હાડકા માટે પણ ખજૂર ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જે લોકોને કેલ્શિયમ ની ઉણપ સર્જાતી હોય તેઓએ ખજૂરનું સેવન જરૂર કરવું જોઈએ.

8 ખજૂર ની અંદર ભરપૂર માત્રામાં ગ્લુકોજ, ફ્રક્ટોઝ અને સુક્રોઝ મળી રહે છે. તેથી તેનું સેવન કરવાથી તરત જ એનર્જી મળે છે.

9 ખજૂર ની અંદર થોડી માત્રામાં સોડિયમ તથા પોટેશિયમની પણ મળી આવે છે, જેના કારણે શરીરના તંત્રિકા તંત્ર સારી રીતે કામ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *