શું તમે જાણો છો ઉનાળામાં ફ્રિઝનું ઠંડુ પાણી પીવાથી આપણા શરીરમાં શું થાય છે, જાણીને તમે પણ થઈ જશો ચકિત

હવે ધીરે-ધીરે ઠંડી ઓછી થતી જાય છે અને ઉનાળો નજીક આવતો જાય છે. આ ઉનાળો આવતા જ માણસો ફ્રીઝ મા પાણી ની બોટલો ભરી ને રાખી દેતા હોય છે. એવું માનવામા આવે છે કે આ અગાવ ઠંડું થયેલ પાણી થી તરસ સંતોષી શકાય. મોટેભાગે માણસો જયારે આ કાળજાળ ગરમી મા બહાર થી ઘરે આવે છે તો તરત જ તરસ છીપાવવા ફ્રીઝ તરફ દોડે છે ને ઠંડા પાણી ની બોટલ થી પાણી પી ને તરસ છીપાવે છે.

એવા મા ઘણા લોકો તો અતિ ઠંડુ પાણી પીવે છે. જો તમારો પણ આવા લોકો મા સમાવેશ થતો હોય તો આજ નો આ આર્ટીકલ જરૂર થી વાંચજો. આ વાત થી તમે કદાચ અજાણ હશો કે આ ફ્રીઝ નુ ઠંડુ પાણી તમારા ગળા માંથી નીચે ઉતરી તો જાય છે પરંતુ તે સ્વાસ્થ્ય ઘણું નુક્શાન પોહચાડે છે. તો આજ ના આ આર્ટીકલ મા વાત કરવી છે કે કેવી રીતે આ ફ્રીઝ નુ ઠંડુ પાણી પીવા થી સ્વાસ્થ્ય ને કેવા-કેવા પ્રકાર ના નુકશાન થઇ શકે છે. તો ચાલો જાણીએ આ વિષે વિસ્તાર થી.

સ્વાસ્થ્ય ના જાણીતા નિષ્ણાંતો દ્વારા જણાવવા મા આવે છે કે આ ફ્રીઝ નુ અતિ ઠંડુ પાણી ના સેવન થી માનવ શરીર ના આંતરડા સંકોચાઈ જાય છે. જેના લીધે શરીર મા રહેલ ખોરાક બરાબર રીતે પચતું નથી. જેથી અપચા ને લીધે કબજિયાત ની સમસ્યા ઉદ્ભવે છે. એમાં પણ જો ભારતીય આયુર્વેદશાસ્ત્ર મુજબ જાણીએ તો કબજિયાત ને તમામ રોગો નુ મૂળ મનાય છે. આ ઠંડા ફ્રીઝ ના પાણી થી કબજિયાત થતા પાચનતંત્ર લથડે છે અને સાથોસાથ બીજા અન્ય રોગો પણ ઉત્પન્ન કરે છે.

હકીકતે શરીર નો સામાન્ય તાપમાન આશરે ૩૭ ડીગ્રી સેલ્સીયસ મપાય છે. એટલે જયારે પણ આ રીત નુ ઠંડું પાણી પીવા મા આવે તો શરીર નુ તાપમાન વધઘટ થાય છે અને જેને નિયંત્રિત રાખવા માટે વધુ પ્રમાણ મા શરીર ની શક્તિ નો વ્યય કરવો પડે છે. જેથી શરીર ની સમ્પૂર્ણ ઉર્જા નાશ થતી જાય છે અને શરીર મા રહેલ પોષકતત્વો ધીરે-ધીરે ઓછા થવા લાગે છે. વધુ પડતુ ઠંડું પાણી નુ સેવન માનવ દેહ ના શારીરિક તંત્રો ને સંચોકે છે.

આ રીતે નિયમિત સંકોચન થવા થી શરીર ના કોષો મા વારે-વારે સંકોચન થતા શરીર ના મેટાબોલીઝમ પર માઠી અસર પાડે છે અને જેથી હ્રદય ના ધબકારા પર ખરાબ અસર પડે છે. હકીકતે આ ફ્રીઝ ના પાણી ને કુત્રિમ રીતે ઠંડુ કરવામા આવે છે. જેથી સામાન્ય તાપમાન નિર્ધારિત ના હોવા થી ફ્રીઝ નુ પાણી વારે-વારે ઠંડુ ગરમ થયા કરે છે અને તે સામાન્ય તાપમાન કરતા ઘણું ઓછું મપાય છે.

આવું થવા ને લીધે માનવ શરીર મા શરદી, તાવ તેમજ ઉધરસ ની સમસ્યા ઉત્પન્ન થાય છે તેમજ આવા પાણી ના સેવન થી ફેફસાં સાથે સંકળાયેલા ગંભીર રોગો થવા ની શક્યતાઓ વધે છે. આ સિવાય ઠંડા પાણી થી ગળા મા પણ તકલીફ થતી હોય છે અને જો નિયમિત આ પાણી નુ સેવન કરવામા આવે તો ગળા મા કાંકળા ની સમસ્યા થવા ની શક્યતાઓ વધે છે. આ માટે જો શક્ય હોય તો ફ્રીઝ ના પાણી ની જગ્યાએ માટી ના ઘડા નુ પાણી પીવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *