સૂર્યનું રાશી પરિવર્તન થવાથી તમામ રાશિના જાતકોમાં પડશે સારી ખરાબ અસર જાણો તમારી રાશીમાં શું છે

મિત્રો, જયોતિષશાસ્ત્ર અનુસાર સૂર્ય ગ્રહ ૧૪મી ડિસેમ્બર ના રોજ મેષ રાશિ મા પ્રવેશ કરશે. સૂર્ય ગ્રહ નું આ રાશિ પરિવર્તન દરેક રાશી જાતક માટે કેવું રહેશે તે વિશે આપણે આપણાં આજ ના લેખ મા વિસ્તૃત ચર્ચા કરીશું.

મેષ રાશિ :
આ રાશી જાતકો માટે આ બદલાવ પ્રથમ ભાવ મા થતો હોવા થી સાંસારિક જીવન મા ઉતાર-ચઢાવ બન્યો રહેશે. તણાવ નો માહોલ બની શકે છે માટે બને ત્યાં સુધી વાદ-વિવાદ થી દૂર રહેવું. વિવાહ ની બાબત મા કયારેય પણ ઉતાવળ કરવી નહીં. કોઈપણ કાર્યો કરતાં પૂર્વે તેમના પરિણામો અવશ્ય જાણી લેવા. નોકરી અને વ્યવસાય ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થશે. તમારા ફંસાયેલા નાણા પરત મળશે.

ઉપચાર : પ્રભુ સૂર્ય ને જળ અર્પણ કરવું, માતા-પિતા ની સેવા કરવી.

વૃષભ રાશી :
આ રાશિ ના જાતકો માટે આ બદલાવ બારમા ભાવ પર થઈ રહ્યું છે, જે ખર્ચ મા વૃદ્ધિ કરશે. સ્કિન સાથે સંકળાયેલી બીમારીઓ થી બચવું તથા બહાર ની ખાણી-પીણી મા નિયંત્રણ રાખવું. કોઈ અગત્ય ના કાર્ય હેતુસર નાની-મોટી યાત્રા કરવી પડે. નોકરી-વ્યવસાય ના સ્થળ મા બદલાવ આવી શકે. કોઈ અજાણ્યા વ્યક્તિ પર અંધવિશ્વાસ ના કરવો. કોર્ટ-કચેરી ના કાર્યો થી દૂર રહેવું. નવા સ્થળ ની મુલાકાત લાભદાયી નીવડશે.

ઉપચાર : જરૂરિયાતમંદ વ્યક્તિ ને ભોજન કરાવડાવવું. પ્રભુ વિષ્ણુ ની ભક્તિ કરવી. પ્રભુ વિષ્ણુ મંદિર મા નિયમિત દીપક પ્રજ્વલિત કરવો.

મિથુન રાશી :

આ રાશી જાતકો માટે સૂર્ય મહારાજ નું ભ્રમણ એકાદશ ભાવ મા થઈ રહ્યું છે, જે આવક મા વૃદ્ધિ કરશે. પ્રેમ સંબંધ માટે આવનાર સમય તણાવજનક સાબિત થઈ શકે છે. સંબંધો સાચવી રાખવા ગુસ્સા પર નિયંત્રણ રાખવું. સહકર્મચારીઓ નો કાર્યસ્થળે સહકાર મળશે. કોઈપણ કાર્ય મા ઉતાવળ કરવી નહીં. નોકરી- વ્યવસાય ક્ષેત્રે અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત થઈ શકે. આ સમય તમારા માટે શુભ સાબિત થશે. તમારા અટવાયેલાં નાણાં તમને પરત મળી શકે છે.

ઉપચાર : નિયમિત હનુમાન ચાલીસા નું પઠન કરવું અને વડીલો નું માન-સન્માન જાળવવું.

કર્ક રાશી :
આ રાશિ ના જાતકો માટે આ બદલાવ સામાન્ય રહેશે. કાર્યસ્થળે ઉચ્ચ અધિકારી તરફ થી પ્રશંસા મળવાના યોગ બની રહ્યા છે. જો તમે વ્યાપાર ક્ષેત્રે સંકળાયેલા છો તો તમારે ભારે નુકશાની નો સામનો કરવો પડી શકે છે. જો તમે વ્યવસાય પરિવર્તિત કરવા અંગે વિચારી રહ્યા છો તો તે યોગ્ય જણાઈ રહ્યું નથી, પરંતુ નવા કાર્ય અંગે તપાસ અવશ્યપણે કરી શકો છો. માતા ના સ્વાસ્થ્ય ને લઇને થોડો તણાવ બની રહે.

ઉપચાર : પ્રભુ સૂર્ય ને જળ અર્પણ કરવું. ગાયત્રીમંત્ર ની માળા કરવી અત્યંત શ્રેષ્ઠ રહેશે.

સિંહ રાશી :
આ રાશિ ના જાતકો માટે આ બદલાવ તેનું ભાગ્ય પરિવર્તિત કરી શકે. કોઇ ખોટું કાર્ય કરવું નહીં, નહીતર વાદ-વિવાદ નો સામનો કરવો પડશે. કોર્ટ-કચેરી ના કાર્યો દૂર રહેવું. પતિ-પત્ની વચ્ચે થોડો તણાવજનક માહોલ બની શકે છે.

ઉપચાર : પ્રભુ સૂર્યને જળ અર્પણ કરવું. મંગળવાર ના શુભ દિવસે કુળદેવી માતા ના મંદિરે દર્શન કરી માળા કરવી તથા જરૂરિયાતમંદ વ્યક્તિઓ ને ભોજન કરાવડાવવું.

કન્યા રાશી :
આ રાશિ ના જાતકો માટે આ બદલાવ અષ્ટમ ભાવ મા પ્રવેશી રહ્યું હોવા થી જૂના કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે. સ્વાસ્થ્ય અંગે વિશેષ સાવચેતી રાખવી. આર્થિક નાણાંભીડ નો સામનો કરવો પડી શકે. આધ્યાત્મ ના માર્ગે ચાલવું લાભદાયી સાબિત થઈ શકે. નાણાં ની લેવડદેવડ અંગે વિશેષ સાવચેતી રાખવી. ઘર ના તણાવજન્ય માહોલ થી બને તેટલું દૂર રહેવું. સંતાન તરફ થી કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થવાના યોગ સર્જાઈ રહ્યા છે.

ઉપચાર: સુંદરકાંડ નું પઠન કરવું. પ્રભુ સૂર્ય ને જળ અર્પણ કરવું. ગાય ને ઘાસ નું સેવન કરાવડાવવું. જવ નું દાન કરવું.

તુલા રાશિ :

આ રાશી જાતકો માટે આ બદલાવ સાતમા ભાવ પર થતું હોવા થી પતિ-પત્ની વચ્ચે વાદ-વિવાદ નો માહોલ સર્જાઈ શકે. વૈવાહિક જીવન તણાવમયી બની શકે છે. મિત્રો સાથે ના તણાવ ને ટાળવો. કોઈપણ અગત્ય ના કાર્ય અંગે ઉતાવળ કરવી નહીં. સ્વાસ્થ્ય અંગે વિશેષ સાવચેતી રાખવી. નોકરી- વ્યવસાય ક્ષેત્રે લાભ થવાના યોગ સર્જાઈ રહ્યા છે. ખર્ચ મા નિયંત્રણ લાવવું.

ઉપચાર : વડીલો ને માન-સન્માન આપવું. નિયમિત પીપળા ના વૃક્ષ પાસે એક દીપક પ્રજ્વલિત કરવો અને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ ને ભોજન ગ્રહણ કરાવવું.

વૃશ્ચિક રાશી :
આ રાશિ જાતકો માટે આ બદલાવ છઠ્ઠા ભાવ મા થતું હોવા થી સ્વાસ્થ્ય અંગે વિશેષ કાળજી લેવી. અભ્યાસ હેતુસર વિદેશ જઇ શકો છો. નોકરી અને વ્યવસાય મા લાભ થાય. પ્રમોશન મળે તેવા યોગ સર્જાઈ રહ્યા છે. કોઈપણ કાર્ય મા ઉતાવળ કરવી નહીં. બીજા નો સહકાર લઈ ને કાર્ય કરવાથી લાભ થશે. વૈવાહિક જીવન ના મતભેદો દૂર થશે. કોર્ટ-કચેરી મા સફળતા મળશે. આર્થિક સ્થિતિ મધ્યમ રહેશે.

ઉપચાર : વડીલો ને માન- સન્માન આપવું. પ્રભુ સૂર્ય ને જળ અર્પણ કરવું. કુંવારી બાલિકાઓ ને ભોજન કરાવવું.

ધન રાશી :
આ રાશિ ના જાતકો માટે આ બદલાવ પાંચમા ભાવ મા થઈ રહ્યું છે. ઉચ્ચ અભ્યાસ હેતુસર વિદેશ યાત્રા થવા ના યોગ બની રહ્યા છે. પ્રેમ સંબંધ મા મધુરતા આવશે. વાદ-વિવાદ થી દૂર રહેવું. ઘર મા મહેમાનો ના આગમન ના સંકેતો મળશે. સંતાન પ્રાપ્તિ નો સમય શુભ છે.
ઉપચાર : હનુમાન ચાલીસા નું અથવા સૂર્ય કવચ નું પઠન કરવું. વૃક્ષો તથા પક્ષીઓ ને જળ અર્પણ કરવું.

મકર રાશી :
આ રાશિ ના જાતકો માટે આ બદલાવ ચોથા ભાવ પર થઈ રહ્યું છે. સ્વાસ્થ્ય કથળી શકે. કાર્ય અંગે વિશેષ સફળતા પ્રાપ્ત થશે. આર્થિક નાણાંભીડ નો સામનો કરવો પડી શકે. જમીન મકાન અંગે ના કાર્ય મા સફળતા મળી શકે છે. મન મા તણાવ નું પ્રમાણ વધી શકે. કોઈપણ કાર્ય મા ઉતાવળ કરવી નહીં. ખોટા તણાવ થી દૂર રહેવું. પતિ-પત્ની વચ્ચે નો તણાવ દૂર થશે. કોર્ટ-કચેરી ના કાર્યો મા સફળતા મળશે.
ઉપચાર : પ્રભુ સૂર્ય ને જળ અર્પણ કરવું.. જરૂરિયાતમંદ વ્યક્તિ ને ભોજન ગ્રહણ કરાવવું. નિયમિત સૂર્ય કવચ નું પઠન કરવું.

કુંભ રાશી :
આ રાશી જાતકો માટે આ પરિવર્તન પરાક્રમ ભાવ પર થઈ રહ્યું છે. માન-સન્માન મા વૃદ્ધિ થશે. નોકરી તથા વ્યવસાય ક્ષેત્રે પરિવર્તન લાવી શકો. આર્થિક નાણાભીડ નું પ્રમાણ ઘટશે. વિવાહ માટે ના શુભ યોગ સર્જાઈ રહ્યા છે. રાહુ સાથે નું ગ્રહણ હોવા થી આવનાર સમય થોડો ખરાબ પણ બની શકે છે. કોર્ટ-કચેરી ના કાર્યો મા સફળતા મળશે. આવક કરતાં ખર્ચ મા વૃદ્ધિ થશે.
ઉપચાર : જરૂરિયાતમંદ વ્યક્તિ ને આહાર ગ્રહણ કરાવવું. પ્રભુ સૂર્ય ને નિયમિત જળ અર્પણ કરવું.. ઘર ના દક્ષિણ ખૂણા મા નિયમિત દીપક પ્રજ્વલિત કરવા.

મીન રાશી :
આ રાશિ ના જાતકો માટે આ પરિવર્તન બીજા ભાવ પર થઇ રહ્યું છે. આર્થિક નાણાંભીડ નો સામનો કરવો પડશે. સ્વાસ્થ્ય અંગે વિશેષ સાવચેતી રાખવી. પતિ-પત્ની વચ્ચે અંતર થોડું વધતું હોય એવું લાગે. કુટુંબ ના લોકો સાથે વાદ-વિવાદ થઈ શકે. વિદ્યાર્થીઓ માટે સમય શ્રેષ્ઠ છે. તેઓ અભ્યાસ મા ઉત્તરોતર પ્રગતિ કરી શકશે. ઘર મા કોઈ ધાર્મિક પ્રસંગ બની શકે છે. વાણી પર નિયંત્રણ રાખવું.
ઉપચાર : પ્રભુ સૂર્ય ને જળ ચઢાવવું. ગાય ને ખાસ નું સેવન કરાવડાવવું અને જરૂરિયાતમંદ વ્યક્તિ ને દાન આપવું. ગાયત્રી મંત્ર નું મંત્રોચ્ચારણ કરવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *