તમારે પણ જો ઉંમર પહેલા વાળ વાઈટ થઈ રહ્યા હોઈ, તો આ ૬ આદતો હોઈ શકે તેનુ કારણ આજે જ બદલી નાખો

અત્યારના આ અત્યંત ઝડપી સમયમાં પહેલાં સફેદ વાળ થવા એ આધુનિક સમયમાં એક સમસ્યા છે. આજકાલ નાની વયના કિશોર વયના બાળકોના પણ બાળકોના વાળ સફેદ થઈ રહ્યા છે. ઉંમર કરતા વહેલા વાળ સફેદ થવા માટે ના બધા ઘણા કારણો હોઈ શકે છે. આનુવંશિકતા ના કારણોને લીધે પણ વાળ વહેલા સફેદ થવાની સંભાવના રહે છે. વાળ સફેદ થવા માટેનું બીજું કારણ હવાનું પ્રદૂષણ પણ હોઈ શકે છે, પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં આપણી રોજ બરોજની જીવનશૈલી અને ખાવાની અનિયમિતતા ને લીધે પણ વાળના સફેદ થવા પાછળનું મુખ્ય કારણ હોઈ શકે છે. ઉંમર પહેલાં સફેદ વાળ તરફ દોરી શકે તેના અનેક કારણો

ડીજીટલ સમયમાં કોમ્યુટર અથવા મોબાઈલ પર વધારે સમય :
આજનાં આ વર્તમાન સમયમાં લોકો સૌથી વધારે સમય મોબાઈલ અથવા કોમ્યુટર સાથે વિતાવે છે . ત્યારે તેમાંથી નિકળતા રેડીએશન ના કિરણો તમારા વાળ આંખો અને માથા પર પડે છે. ઉલ્લેખનીય છે આ વસ્તુંઓનો વપરાશ હદથી વધારે ના કરવો જોઈએ . કામ અથવા વાત કરતા સમયે આ વસ્તુઓથી થોડુંક અંતર બનાવીને રાખીએ તો મહદંશે આપડે સફેદ વાળ ની પરેસાનીથી બચી શકીએ છીએ.

રોજીંદા જીવનમાં હતાશા અથવા તાણ:
દરેકના જીવનમાં થોડી સમસ્યા હોય છે,આમ છતાં આવી સ્થિતિમાં, તેમના વિશે વિચારતા રહેવું તેમનું નિરાકરણ નથી, તેથી બને તેટલું ઓછું તણાવ લો.જેનાથી પણ ફાયદો થઇ શકે છે.

વાળમાં તેલ ન લગાવાનું કારણ:
ઘણા લોકો એવા પણ હોઈ છે કે છે, જે વાળ પર તેલ લગાવવા માંગતા જ નથી હોતા , પરંતુ વાળમાં તેલ લગાવવું ખૂબ મહત્વનું છે. તમે રાત્રે સૂતા પહેલા એક કલાક પહેલાં વાળ પર તેલ લગાવી શકો છો અને અઠવાડિયામાં બે વાર આ કરી શકો છો.જેને લીધે વાળ ને પોષણ મળે છે.અને સફેદ વાળ ની સમસ્યા થી બચી સકાય છે.

વધુ પડતું દારૂ નું વ્યાસન:
વારંવાર અને વધુ પડતું આલ્કોહોલનું સેવન કરવાને લીધે પણ તમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે,જેને લીધે પણ સફેદ વાળ ની સમસ્યા થવાનું કારણ જાણવા મળ્યું છે. તેથી દારૂનું સેવન જ ન કરવું જોઈએ

કેમિકલ વાળા શેમ્પુ અથવા હેર લોશન:

વાળ સફેદ થવા પાછળનું એક સૌથી મોટું કારણ એ પણ સાબિત થયું છે કે નબળા કેમિકલ વાળા શેમ્પૂ અથવા ઓછી ગુણવત્તાવાળા હેર ઉત્પાદનનો ઉપયોગ કરવાથી પણ વાળ વહેલા સફેદ થઇ સકે છે .જેથી તમારે કુદરતી ઉત્પાદનોનો ઉપયોગ કરીને હેરકેર કરવાનો પ્રયાસ કરવો જોઈએ.

ઓછી અને અનિયમિત ઊંઘ

ઓછી અને અનિયમિત ઊંઘ ને લીધે પણ વાળ સફેદ થઈ શકે છે. તે ઘણાં સર્વેમાં જોવા મળ્યું છે કે ઓછી નિંદ્રાને કારણે અપડે વધુ પડતા તાણ અનુભવીએ છીએ જેને લીધે આપડા વાળને નુકસાન થઇ ને વાળ વહેલા સફેદ થઇ જાય છે .

 

તો મિત્રો આ બધા મહદંશે વાળ સફેદ થવાના કારણો હોવાથી બને ત્યાં આ કારણો નું ધ્યાન રાખીને સફેદ વાળ ની પરેસનીથી થી બચી શકીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *