જો તમને પણ હોય આ ૧૦ ટેવો તો માતા લક્ષ્મી ક્યારેય નહિ થાય પ્રસન્ન, આજ થી સુધારો આ ટેવો

મિત્રો , આપણાં હિન્દુ ધર્મ માં માતા લક્ષ્મી ને ધન ના કારક એટલે કે ધન ના દેવી ગણવા માં આવે છે અને તેમની પૂજા કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ સાચા હ્રદય થી માતા લક્ષ્મી અને કુબેર ભગવાન નું પૂજન-અર્ચન કરે તો તેના પર ધન ની અઢળક વર્ષા થાય છે.

જો તમે સાચા મન થી માતા લક્ષ્મી ના નામ જાપો તો તમારા મન ની તમામ મહત્વકાંક્ષાઓ પૂર્ણ થઈ શકે. આ ઉપરાંત આપણાં પૌરાણિક શાસ્ત્રો માં પણ એવા અનેક ઉપચારો બતાવ્યા છે જેની મદદ થી તમે માતા લક્ષ્મી ને પ્રસન્ન કરી શકો. ઘણી વાર આપણે અજાણતા અમુક એવી વસ્તુઓ કરી બેસતા હોઈએ છીએ જેના કારણે આપણે માતા લક્ષ્મી ને નારાજ કરી દેતા હોઈએ છીએ જેનું પરિણામ આપણાં સંપૂર્ણ કુટુંબ ને ભોગવવું પડે છે.

આજે તમને આ લેખ માં ૧૦ એવી આદતો વિશે જણાવીશું જે તમારા માં હશે તો લક્ષ્મી માતા થશે તમારા થી રુષ્ટ.

જો તમને ડૂબતો સૂર્ય કે ચંદ્રમા જોવાની આદત હોય તો તે આદત ને અશુભ ગણવામાં આવે છે. આ આદત ના કારણે તમારે અનેક પ્રકાર ની શારીરિક તથા માનસિક સમસ્યાઓ થી ગુજરવું પડે છે અને તમારું સ્વાસ્થ્ય કથળે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર જે ઘર સ્વચ્છ અને ચોખ્ખું હોય એટલે કે જે ઘર માં નિયમિત સાફ-સફાઈ થતી હોય ત્યાં માતા લક્ષ્મી સ્વયં નિવાસ કરે છે. આ ઘર માં ક્યારેય પણ નાણાં ની અચ્છત સર્જાતી નથી.

જો તમે સૂર્યોદય બાદ ઉઠવાની તથા સૂર્યાસ્ત થાય તે સમયે સુવાની આદત ધરાવતા હોવ તો માતા લક્ષ્મી તમારા થી ક્રોધિત થઈ જાય છે અને તમારા ઘર માં માતા લક્ષ્મી વસતા નથી.

મિત્રો, મોટાભાગે જ્યારે પણ ઘર ની અથવા તો ઘર માં રહેલા મંદિર ની સાફ-સફાઈ કરવામાં આવે ત્યારે પૂજા ની સામગ્રી તથા ભગવાન ની પ્રતિમા અને છબ્બીઓ ને નીચે જમીન પર મૂકી દેવામાં આવતા હોય છે જે જરા પણ યોગ્ય નથી. જ્યારે પણ તમે સાફ-સફાઈ કરતાં હોવ ત્યારે સૌપ્રથમ જમીન પર એક સ્વચ્છ કપડું પાથરીને ત્યાર બાદ તેમણે જમીન પર મૂકવા.

જે વ્યક્તિ બ્રાહ્મણ , સંતો , ગરીબો તથા શાસ્ત્રો નું અપમાન કરે છે તેને નરક માં પણ જગ્યા નથી મળતી તથા માતા લક્ષ્મી પણ આવા લોકો પર કોપાયમાન થઈ ને તેમણે દંડ આપે છે.

શાસ્ત્રો મુજબ કારણ વગર નો કોઈપણ વ્યક્તિ પર ક્રોધ કરવાથી પણ માતા લક્ષ્મી રુષ્ટ થાય છે અને ઘર માં તેમનો વાસ થતો નથી.

જો તમે તમારા ઘર માં અથવા તો બહાર સ્ત્રીઓ તથા વડીલો નું માન-સન્માન નથી જાળવી રાખતા તો તમારા પર માતા લક્ષ્મી ની કૃપા ક્યારેય પણ વરસતી નથી.

તમે જ્યારે પણ ઘર ની બહાર થી આવો એટલે સ્નાન કરીને પોતાના શરીર ને સ્વચ્છ કરવું. આવું ના કરવાથી ઘર માં નકારાત્મક વાતાવરણ ફેલાય છે અને જે ઘર નું વાતાવરણ નકારાત્મક હોય ત્યાં ક્યારેય પણ માતા લક્ષ્મી નો વાસ થતો નથી.

જે લોકો સ્ત્રીઓ પર કુદ્રષ્ટિ રાખે છે તેમણે શાસ્ત્રો માં રાક્ષસ સમાન ગણવામાં આવ્યા છે આવા લોકો પર ક્યારેય પણ માતા લક્ષ્મી પ્રસન્ન નથી થતાં.

ઘર ની દીકરી અને વહુ ને ઘર ની લક્ષ્મી ગણવામાં આવે છે જો આ બંને માથી કોઈપણ એક નું પણ અપમાન થતું હોય તો ઘર માં ક્યારેય પણ માતા લક્ષ્મી નો વાસ થતો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *